લવરાત્રી ફિલ્મનુ નવુ ગીત રજૂ કરાયુ : ચાહકો ઉત્સુક

August 24, 2018 at 6:55 pm


સલમાન ખાને આયુશ શમાૅને પહેલા પાેતાના પરિવારમાં સામેલ કયોૅ હતાે. હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેને લાેંચ કરી દીધો છે. આયુશ સલમાન ખાનના હોમ પ્રાેડક્શન હેઠળ ફિલ્મ લવરાત્રી બનાવી રહ્યાાે છે. આ ફિલ્મનુ શુટિંગ આશરે પૂર્ણ થવા આવ્યુ છે. ફિલ્મ મારફતે આયુશ ડેબ્યુ કરવા જઇ રહ્યાાે છે. ટ્રેલરની સાથે બીજુ ગીત રજૂ કરવામાં આવ્યા બાદ તેની ઉત્સુકતા વધી રહી છે. ફિલ્મનુ ગીત ચૌગાડા પણ રજૂ કરવામાં આવ્યુ છે. બંને ગીતાેને ઇન્ટરનેટ પર ખુબ પસંદ કરવામાં આવી રહ્યાા છે. હવે ફિલ્મનુ વધુ એક ગીત અખ લડ જાવે રજૂ કરવામાં આવ્યુ છે. આ ગીતમાં બંને ન્યુકમસૅની કેમિસ્ટ્રી જોરદાર જોવા મળી રહી છે. આ ગીત આવનાર સમયમાં ડાન્સ ફ્લાેસૅ માટે લોકોની પસંદગીનુ ગીત બનવાની ક્ષમતા ધરાવે છે. બંને કલાકારોએ પણ આ ફિલ્મના આ ગીતમાં જોરદાર ડાન્સ કરીને તમામને ચાેંકાવી દીધા છે. મોટા ભાગના પાટીૅ સાેંગમાં સાઉડ મ્યુઝિક રાખવામાં આવે છે. પરંતુ આ ગીતમાં મ્યુઝિક અલગ રીતે રજૂ કરવામાં આવતા ભારે ચર્ચા છે. આ ગીતની કોરિયોગ્રાફી પણ બંને કલાકારોને તેમની કુશળતા દશાૅવવાની તક આપે છે. લીડ એક્ટસૅ ઉપરાંત ફિલ્મમાં રામ કપુર અને રોનિત રોય પણ નજરે પડનાર છે. ફિલ્મને પાંચમી આેક્ટોબરના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. ફિલ્મના ગીતાે હાલમાં સાેશિયલ મિડિયામાં જોરદાર રીતે ધુમ મચાવી રહ્યાા છે. ગુજરાતમાં નવરાત્રીની ધુમ હવે જોવા મળનાર છે. આવી સ્થિતીમાં આ ફિલ્મ યુવા પેઢીમાં લોકપ્રિયતા જગાવે તેવી શક્યતા છે. ફિલ્મની પટકથા નવરાત્રી પર આધારિત હોવાના હેવાલ મળી રહ્યાા છે.

Comments

comments

VOTING POLL