લાંબા,કાળા, સુવાળા અને મજબૂત વાળ રાખવા કરો બસ આટલું…..

February 6, 2019 at 8:40 pm


સૌંદર્યના નિખારમાં વાળનું મહત્વ ખૂબ વધુ છે, જે રીતે લિસ્સી- સુંવાળી, ડાઘ-ધાબા વિનાની ત્વચા તમારી સુંદરતાને નિખારે છે એ રીતે જ મખમલી – ચમકદાર કેશ તમને વધુ આકર્ષક બનાવે છે. પરંતુ મોટાભાગની સ્ત્રીઓ પોતાના વાળ વિશે એક યા બીજા પ્રકારની ફરિયાદ કરતી જોવા મળે છે.

આપના વાળને ચમકીલા અને રેશમી તેમજ મજબૂત રાખવા માટે જાસૂદના ફૂલ મહત્ત્વનો ભાગ ભજવે છે. જાસૂદના એક કપ જેટલા પાન રાતભર પાણીમાં પલાળી રાખો. સવારના આર પાનમાં અડધો કપ બદામનું તેલ અને પાંચ મોટા ચમચા દહીં નાખીને સારી રીતે ભેળવી લો. હવે તેને માથા પર લગાડીને અડધો કલાક રહેવા દો. ત્યારબાદ કેશ શેમ્પૂ કરી લો.

આ સિવાય વાળને કુદરતી ચમક આપવા બેથી ત્રણ સ્ટ્રોબેરી , એક મોટો ચમચો નારિયેળ તેલ અને એક મોટો ચમતો મધ મિક્સરમાં નાખીને પ્યુરી બનાવી લો. આ પેસ્ટને વાળ ભીના કરીને તેના પર લગાવો. થોડીવાર બાદ વાળ ધોઈ લો.

કાંદાનો રસ કાઢીને તેને વાળના મૂળમાં લગાવો. ૧૫ મિનિટ પછી વાળ શેમ્પૂ કરી લો. કાંદામાં રહેલા સલ્ફરથી વાળ મૂળમાંથી મજબૂત થાય છે અને તેમાં વધારાની ચમક આવે છે.

જો તમારા વાળ વાંકડિયા હોય અને તમે તેને બાઉન્સી બનાવવા ઈચ્છતા હો તો અડધા મોટા ચમચા જીરા પાવડરમાં અડધું કપ ઓલિવ ઓઈલ અને એરંડિયાનું તેલ નાખીને મિક્સ કરી લો. આ મિશ્રણ વાળમાં લગાડીને ૧૫ મિનિટ પછી કેશ શેમ્પૂ કરી લો.

જો તમારા વાળનો રંગ ફીકો પડી ગયો હોય તો પેરૂના પાનને પીસીને વાળમાં લગાડો. ૨૦ મિનિટ પછી કેશ ધોઈ લો. આમ કરવાથી તમારી ત્વચા સાથે મુલાયમ વાળનું સપનું સાકાર કરી શકાશે.

Comments

comments

VOTING POLL