લાંબા અંતરની પ્રીમિયમ ટ્રેનમાં હવે શોપિંગ કરી શકાશે

August 28, 2018 at 11:32 am


લાંબી મુસાફરીનો કંટાળો આવે છે? જરાય ગભરાવાની જરૂર નથી. આગામી ડિસેમ્બર મહિનાથી લાંબા અંતરની પ્રીમિયમ ટ્રેનમાં તમે તમારા પ્રવાસના સમય દરમિયાન જ શોપિંગ કરી શકો છો. મધ્ય અને પશ્ર્ચિમ રેલવે તેની લાંબા અંતરની પ્રીમિયમ ટ્રેનમાં પરફ્યુમ્સ, બેગ્સ, વોચીસ અને બીજી મુસાફરીની ચીજવસ્તુઓનું વેચાણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. રેલવે મંત્રાલય દ્વારા ઝોનલ રેલવેને ટિકિટ ઉપરાંત 1200 કરોડ રૂપિયાની ઉપજ કરવાનું કહેવામાં આવતાં ઉપરોક્ત ચીજ વસ્તુઓના સેલથી વાર્ષિક આવકમાં વધારો કરવાનું રેલવે વિચારી રહી છે.
સપ્ટેમ્બરમાં પશ્ર્ચિમ રેલવે વેચાણકતર્ઓિના ટેન્ડર ખોલશે અને ડિસેમ્બર મહિનાથી શતાબ્દી ટ્રેનમાં વેચાણ શરૂ કરવાનું તેમનું લક્ષ્ય છે, જ્યારે મધ્ય રેલવે ઓક્ટોબર મહિનાથી કોણાર્ક એક્સપ્રેસ, ચેન્નઈ એક્સપ્રેસ અને એનર્કિુલમ-હઝરત નિઝામુદ્દીન દુરન્તોના એ.સી. કોચમાં ઓન-બોર્ડ સેલ કરવાનું વિચારે છે.
રેલવેના અધિકારીએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે બહારગામની ટ્રેનોમાં ગ્રાહકોની જરૂરિયાતની વસ્તુઓના શોપિંગ પરથી અમને વધુ ખ્યાલ આવશે કે લોકોને શું જોઈએ છે? સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં ટેન્ડરો આવકાર્ય છે અને સર્વિસ અમે ડિસેમ્બર મહિનાથી શરૂ કરવાના છીએ. જ્યારે મધ્ય રેલવેમાં ટેન્ડરો આવવાના શરૂ થઈ ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું.
વસ્તુઓની ગુણવત્તા પર વિશેેષ ધ્યાન આપવામાં આવશે, અને જો અમને સારો પ્રતિભાવ મળશે તો ગ્રાહકો પ્રીમિયમ કક્ષાની ટ્રેનોમાં આરામથી શોપિંગનો અનુભવ લઈ શકશે. જેવી રીતે ફ્લાઈટમાં શોપિંગ કરી શકો છો એ રીતે હવે ટ્રેનમાં પણ તમે શોપિંગ કરી શકશો.

Comments

comments