લાખાબાવળ પાટીયે સજાર્યેલા અકસ્માતમાં ઇકોચાલક સામે ફરીયાદ

September 8, 2018 at 1:13 pm


જામનગર-ખંભાળીયા હાઇવે લાખાબાવળ પાસે પાંચ દિવસ પહેલા અકસ્માત સજાર્યો હતો જેમાં બે વ્યકિતને નાની મોટી ઇજા પહાેંચી હતી આ બનાવ અંગે ઇકો સ્પોર્ટ ગાડીના ચાલક સામે ગઇકાલે ફરીયાદ કરવામાં આવી હતી.

જામકંડોરણા તાલુકાના ચાવડી ગામમાં રહેતા જયપાલસિંહ રણજીતસિંહ ચૌહાણ તથા સાહેદ મોટરસાયકલ નં. જીજે3કેઇ-6364 લઇને તા. 3ના રોજ લાખાબાવળના પાટીયા પાસેથી જતા હોય ત્યારે ઇકો સ્પોર્ટ ગાડી નં. જીજે1એચડબલ્યુ-2406ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી મોટરસાયકલને પાછળથી હડફેટે લીધુ હતું. આ અકસ્માતમાં જયપાલસિંહ અને અન્ય બાઇક પરથી પડી ગયા હતા જેમાં જયપાલસિંહને પગમાં ગંભીર ઇજા અને શરીરે સામાન્ય ઇજા પહાેંચી હતી તેમજ પ્રદિપસિંહને માથાના ભાગે ઇજા થઇ હતી. આ બનાવ અંગે સિકકા પોલીસમાં ઇકો સ્પોર્ટ ગાડીના ચાલક સામે ગઇકાલે ફરીયાદ કરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL