લાલપરી–રાંદરડા તળાવમાં મહાપાલિકાનું સ્વચ્છતા અભિયાન

April 15, 2019 at 4:33 pm


રાજકોટ: આજી–૧ અને ન્યારી–૧ ડેમ બાદ હવે રાજકોટ મહાપાલિકા દ્રારા સ્મેશ ગ્રુપના સહયોગથી લાલપરી–રાંદરડા તળાવમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત ગઈકાલે રવિવારે તળાવ ખાતે સ્મેશ ગ્રુપના ૧૫૦થી વધુ શહેરીજનોના સહયોગથી સતત બે કલાક સુધી સફાઈ કરી ૪ ટન કચરો એકત્ર કરી તેનો નિકાસ કરવામાં આવ્યો હતો. રાજકોટની ફોટોગ્રાફી કલબ ઓફ રાજકોટ ટીમ (એફસીઆર)ને પાંચ વર્ષ પૂર્ણ થતાં આ કલબના સભ્યો તેમજ એનએનએસની ટીમ પણ અભિયાનમાં જોડાઈ હતી. તેમ ધનરજની કોમ્પલેક્ષના ઓફિસધારક હરસુખભાઈ પટેલ (રાજપરા)એ જણાવ્યું હતું. આ કાર્યને સફળ બનાવવા સ્મેશ ગ્રુપના ભાવીન પાંભર, વિમલ સુવાગીયા, ચંદ્રેશ પટેલ, રજની સંખાવરા, નંદન વઘાસીયા, હિતેષ પંડયા, મંયક બાબીયા, મનીષ મકવાણા, અમિત સેદાણી, તુષાર જીવાણી, શમશેરસિંહ સહિતના જોડાયા હતાં

Comments

comments