લાલપુરના ગેસ્ટ હાઉસમાં ગળે ફાંસો ખાઇ યુવકનો આપઘાત

May 11, 2018 at 11:59 am


લાલપુરના સામા કાંઠે આવેલા ગેસ્ટ હાઉસમાં રહેતા એક યુવાને નોકરી નહી મળતા મનમાં લાગી આવવાથી ગળે ફાંસો ખાઇને આયખુ ટુંકાવી લેતા અરેરાટી ફેલાઇ ગઇ હતી.
લાલપુરના સામા કાંઠે હાલ ગીરનાર ગેસ્ટ હાઉસમાં રહેતા નરેન્દ્રભાઇ હીરાલાલ ડાંગીયા (ઉ.વ.26) નામના યુવાનને નોકરી નહી મળતા તથા વિન્ડ વર્લ્ડ કાું.માં મેડીકલમાં અનફીટ થતા આ બાબતે લાગી આવતા ગઇકાલે ગેસ્ટ હાઉસમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.
આ અંગે હાલ ગેસ્ટ હાઉસ ખાતે રહેતા અને મુળ ભરૂચના વતની દેવરાજસિંહ હરેન્દ્રસિંહ દ્વારા લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરવામાં આવ્યુ હતું જેના આધારે પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL