લાલપુર નજીક રીક્ષા પલ્ટી ખાતા બે બાળકોના મોત

May 26, 2018 at 1:05 pm


લાલપુરના રકાખટીયા રોડ પર ગઇકાલે રીક્ષા પલ્ટી ખાઇ જતા તેમાં બેઠેલા બે બાળકોના ગંભીર ઇજાથી મૃત્યુ થયા હતા જયારે ચારને ઇજા થતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા, બગધરાથી જામનગર પરત ફરતી વેળાએ રીક્ષા આડે રોઝ ઉતરતા આ બનાવ બન્યાે હતો.

મળતી વિગત મુજબ જામનગરના સાધના કોલોનીમાં રહેતો બાવાજી પરિવાર ગઇકાલે પોતાની રીક્ષા જીજે10ટીડબલ્યુ-706માં બેસીને બગધરાથી જામનગર તરફ આવી રહયા હતા ત્યારે રકાકટીયા પાસે રીક્ષા આડે રોઝડુ ઉતરતા ચાલકે કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા ભવ્યાગીરી અને મેહુલગીરી (ઉ.વ.5) અને યશ્વી મેહુલગીરી ગોસાઇ (ઉ.વ.10-રે. બંને સાધના કોલોની)ના કરૂણ મૃત્યુ નિપજયા હતા જયારે ઉમેશગીરી જીવણગીરી ગોસાઇ, તેમના પત્ની તથા મેહુલગીરી અને ગીતાબેન સહિતનાને શરીરે ઇજા થઇ હતી જેઆેને સારવાર અથ£ જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં હોસ્પીટલ ચોકીના હેડ કોન્સ. નારણભાઇ અને મગનભાઇ દ્વારા જરૂરી કાગળો કરી લાલપુર પોલીસને મોકલી આપવાની કાર્યવાહી કરી હતી. જાણવા મળ્યા મુજબ કંચનબેનને ગંભીર ઇજા થતા હાયર સેન્ટર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Comments

comments

VOTING POLL