લાલપુર નજીક લલચાવી ફોસલાવીને સગીરાનું અપહરણ

February 17, 2018 at 1:44 pm


લાલપુરના ચાંદીગઢ ગામમાંથી અઠવાડીયા પહેલા સગીરાને લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયાની રાણાવાવના શખ્સ સામે ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં ચક્રાે ગતીમાન કરવામાં આવ્યા છે. લાલપુરના ચાંદીગઢ ગામ નજીક રહેતા અને મુળ જુનાગઢના ખડીયા ગામની વતની 16 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડીને અપહરણ કરી ગયાનું સામે આવ્યું છે, ગત તા. 10ના રોજ ગામમાંથી ભગાડી ગયો છે, આથી સગીરાના પિતા દ્વારા લાલપુર પોલીસમાં ગઇકાલે પોરબંદરના રાણાવાવમાં રહેતા જાવીદ વલીમામદ આદમાણી નામના શખ્સ સામે આઇપીસી કલમ 363, 366 મુજબ ફરીયાદ કરવામાં આવી હતી.

મોટી નાગાજણમાં અગ્ની અકસ્માતમાં પ્રાૈઢાનો ભોગ લેવાયો

કાલાવડના મોટી નાગાજણમાં રહેતી લાભુબેન હરીભાઇ બારોટ (ઉ.વ.75) પોતાના ઘરે ગત તા. 25ના રોજ ચા બનાવતા હતા ત્યારે અકસ્માતે શરીરે દાઝી જતા પ્રથમ કાલાવડ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ થયાનું કાલાવડ ગ્રામ્ય પોલીસ ચોપડે જાહેર થયું છે.

Comments

comments