લાલવાડી આવાસમાં દારૂના ધંધાથ} પાસેથી 700 લીટર દેશી દારૂ ઝડપાયો

September 12, 2018 at 2:03 pm


જામનગરના લાલવાડી આવસમાં રહેતો ખવાસ યુવાન દેશી દારૂનો વેપલો ચલાવતો હોવાની હકીકતના પગલે પોલીસે ગઇરાત્રીના દરોડો પાડી આ શખ્સ પાસેથી રૂા. 14 હજારની કિંમતનો 700 લીટર દેશી દારૂનો જથ્થાે પકડી પાડયો હતો. જયારે પોલીસના દરોડા દરમ્યાન ભાણવડનો એક રબારી શખ્સ નાશી છુટયો હતો. જામનગરના લાલવાડી આવસમાં બ્લોક નં. 24 અને રૂમ નં. 7માં રહેતો વિવેક જયરાજભાઇ ચૌહાણ નામનો 22 વર્ષનો ખવાસ યુવાન રીક્ષા ડ્રાઇવીગની સાથે દેશી દારૂનો વેપલો કરતો હોવાની હકીકતના પગલે સર્વેલન્સ સ્કવોડના હેડ કોન્સ. નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા, યોગરાજસિંહ પ્રવિણસિંહ રાણાએ ગઇ રાત્રીના આ શખ્સના રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો, પોલીસના આ દરોડા દરમ્યાન વિવેક ચૌહાણ પાસેથી પોલીસે 14 હજારની કિંમતનો 700 લીટર દેશી દારૂનો જથ્થાે તેમજ રૂા. એક હજારની કિંમતનો મોબાઇલ કબ્જે કર્યો હતો. જયારે પોલીસના દરોડા દરમ્યાન ભાણવડના ઘુમલી ગામના રમેશ રબારી, હાપાના પુંજા ચારણ અને નાગેશ્વરનો પીટુ કોળી નામના શખ્સો નાશી છુટયા હતા. આ અંગે પોલીસે ચારેય શખ્સો સામે ગુન્હો નાેંધી ફરાર થયેલા ત્રણ શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Comments

comments

VOTING POLL