લાલુને ત્રણ મહિના માટે એઈમ્સમાં મોકલવાની ભલામણ

March 28, 2018 at 10:58 am


લાલુ પ્રસાદના સ્વાસ્થ્ય વારંવાર બગડવાની વાતને ધ્યાનમાં રાખી રિમ્સમાં મેડિકલ બોર્ડની બીજી વખત બેઠક મળી હતી. બોર્ડે લાલુપ્રસાદને માત્ર ત્રણ માસ માટે એઈમ્સ અથવા હાયર સેન્ટર લઈ જવાની સલાહ આપી છે.
બોર્ડની પહેલી બેઠકમાં કરવામાં આવેલી ભલામણ પર ગૃહ સચિવે બીજી વખત રિપોર્ટ માગ્યો હતો ત્યારબાદ બોર્ડની બેઠક કરી તેમને હાયર સેન્ટર લઈ જવાનું સુચન આપતાં રિપોર્ટ મોકલવામાં આવ્યું હતું. બોર્ડે લાલુના અધતન રિપોર્ટ તૈયાર કર્યેા જેમાં તેના શુગર અને સીરમ ક્રિએટનીનનું પ્રમાણ વધુ હોવાની વાત કહેવામાં આવી હતી. ગઈકાલે તેમનું સુગર લેવલ ૧૫૯ મિલીગ્રામ હતું યારે સીરમ ક્રિટનીન ૧.૮ રહ્યું હતું.
લાલુપ્રસાદ યાદવને હાયર સેન્ટર લઈ જવા કે ન લઈ જવા તેને લઈને ગૃહ સચિવે સવારે ૧૦ વાગ્યા સુધી બીજો રિપોર્ટ રિમ્સના અધિકારીઓ પાસેથી માગ્યો હતો. ત્યારબાદ અંદાજે ૧૨ વાગ્યે બોર્ડની બેઠક રિમ્સ ડાયરેકટરની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. અંદાજે ૧૫ મિનિટ ચાલેલી બેઠકમાં તમામે પહેલાના મેડિકલ રિપોર્ટના આધાર પર લાલુને બીજી વખત હાયર સેન્ટર મોકલવાની સલાહ આપી હતી.

Comments

comments

VOTING POLL