લાલુ યાદવ ડિપ્રેશનથી પીડિતઃ મેડિકલ રિપોર્ટમાં ખુલાસો

September 11, 2018 at 11:11 am


રાંચીમાં રાજેન્દ્ર ઈન્સ્ટીટયુટ આેફ મેડિકલ સાયન્સીઝ (રિમ્સ)ના ડાયરેક્ટર આર.કે.શ્રીવાસ્તવે કહ્યું કે સજા કાપી રહેલા રાજદ પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ ડિપ્રેશનથી પીડિત છે.
શ્રીવાસ્તવે જણાવ્યું કે રિમ્સમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રીની સારવાર કરનારા ડોક્ટરોએ પોતાના રિપોર્ટમાં આ અંગેનો ઉલ્લેખ કર્યો છે. સાથોસાથ તેમણે જણાવ્યું કે એઈમ્સથી રિમ્સ લઈ જવા પર એઈમ્સ તરફથી પહાયેલી મેડિકલ ડિસ્ચાર્જ રસિદમાં ડિપ્રેશન અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
લાલુની સારવાર મનોચિકિત્સક કરી શકે છે તેવો પ્રñ પૂછાતાં શ્રીવાસ્તવે કહ્યું કે આ અંગે કોઈ જાણકારી નથી.
અહેવાલો અનુસાર લાલુની ખરાબ થઈ રહેલી તબિયતનું કારણ ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા કેસ છે જેનાથી તેનો પરિવાર પ્રભાવિત થઈ રહ્યાે છે. તેના બન્ને પુત્રો વચ્ચે રાજકીય વર્ચસ્વને લઈને ચાલી રહેલો સંઘર્ષ પણ લાલુની ચિંતાનું કારણ બની ગયો છે.
લાલુ પહેલાથી જ નાના પુત્ર તેજસ્વી યાદવને ઉત્તરાધિકારી તરીકે પસંદ કરે છે પરંતુ પૂર્વ મહાગઠબંધન સરકારમાં વરિષ્ઠ મંત્રી રહી ચૂકેલા મોટા પુત્ર તેજપ્રતાપ યાદવના પક્ષમાં મોટો જનાધાર છે.
પટણામાં સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણના જન્મસ્થાન સિતાબ દિયારા સુધી તેજપ્રતાપની પદયાત્રાને જૂલાઈમાં બોધગયાથી પટણા સુધી કાઢવામાં આવેલી તેજસ્વીની સાઈકલ યાત્રાને જવાબ તરીકે જોવામાં આવે છે.

Comments

comments

VOTING POLL