લુધીયાણા પાસે 21 વર્ષની યુવતીને કારની બહાર ખેંચી જઈને 10 લોકોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ

February 12, 2019 at 11:06 am


પંજાબમાં એક 21 વર્ષની યુવતી પર 10 લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. મહિલા તેના એક મિત્ર સાથે કારમાં સવારી કરી રહી હતી. આ સમયે બદમાશોએ તેમની કાર રોકી હતી અને યુવતીને કાર બહાર ઢસડી જઈને તેણી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસે આ બનાવ અંગે જણાવ્યું હતું કે, યુવતી તેના એક મિત્ર સાથે લુધિયાણાથી ઇસેવાલ ગામ ખાતે જઈ રહી હતી. આ દરમિયાન રસ્તામાં ત્રણ બાઇક પર સવાર ઇસમોએ તેમની કારને રોકી હતી. આ લોકો કારનો પીછો કરી રહ્યા હતા. કેસની તપાસ કરનાર એસપી તરુણ રતને જણાવ્યું કે, કાર રોકવામાં આવતાની સાથે બાઇક સવાર લોકોએ કાર પર ઇંટો અને પથ્થરો ફેંકી હુમલો કરી દીધો હતો.

હુમલાખોરો બાદમાં કારમાંથી યુવતીને બહાર ખેંચી ગયા હતા અને બાજુમાં આવેલી કેનાલના કિનારે લઈ ગયા હતા. અહી તેમણે બીજા છથી સાત લોકોને બોલાવ્યા હતા અને તમામ લોકોએ યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

મહિલા અને તેના મિત્રને રવિવાર સુધી પકડી રાખવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે યુવતીનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં તેણી પર દુષ્કર્મ થયાની પુિષ્ટ થઈ છે. પોલીસે આ ગુનામાં આઈપીસીની સંબંધીત કલમો લગાવીને વધુ તપાસ હાથ ધરી છે. યુવક અને યુવતી પાસેથી માહિતી મેળવીને પોલીસે તમામ આરોપીઆેને ઝડપવા માટે સર્ચ આેપરેશન પણ હાથ ધર્યું છે.

Comments

comments

VOTING POLL