‘લૂટકેસ’ ફિલ્મનો પ્રોમો રિલીઝ, ફિલ્મની રીલીઝ ડેટ પણ કરાઈ જાહેર…

June 21, 2019 at 8:45 am


કૃણાલ ખેમુ અને ‘મિર્ઝાપુર’ ફેમ રસિક દુગલ સ્ટારર ‘લૂટકેસ’ ફિલ્મનો પ્રોમો મેકર્સે હાલમાં જ રિલીઝ કર્યો છે. જેમાં ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરાઈ છે. ‘લૂટકેસ’ ફિલ્મના પ્રોમોમાં ફક્ત લાલ સૂટકેસ જ દેખાઈ છે અને તેમાં કૃણાલ ખેમુનો વોઇસઓવર પણ સાંભળવા મળ્યો છે. જેમાં અંતમાં તે પૂછે છે કે, લાસ્ટ ટાઈમ પૂછું છું આ સૂટકેસ કોની છે? ફિલ્મને ‘ફોક્સ સ્ટાર સ્ટુડિયો’ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવી છે અને ફિલ્મના ડિરેક્ટર રાજેશ ક્રિષ્નન છે. તેમજ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થવાની જાહેરાત પણ કરાઈ છે.
‘લૂટકેસ’ ફિલ્મમાં કૃણાલ ખેમુ, રસિકા દુગલની સાથે ‘બધાઈ હો’ ફેમ ગજરાજ રાવ, વિજય રાઝ અને રણવીર શોરે પણ સામેલ છે. આ કોમેડી ફિલ્મમાં કૃણાલ ખેમુ ‘નંદન કુમાર’ના રોલમાં છે જેને પૈસાથી ભરેલી એક બેગ મળે છે. વિજય રાઝ ‘બાલા રાઠોડ’ના રોલમાં, રણવીર શોરે ઇન્સ્પેક્ટર ‘કોટલે’ના રોલમાં અને ગજરાજ રાવ એમએલએ ‘પાટિલ’ના રોલમાં જોવા મળશે.
‘લૂટકેસ’ ફિલ્મની ટેગલાઈન પણ અનોખી છે ‘a mind refreshing lol story’ જે વાંચીને પણ અંદાજ આવી જાય કે આ સ્ટોરીમાં ગજબની કોમેડી પણ જોવા મળવાની છે. દર્શકો પણ આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે ફિલ્મ ‘લૂટકેસ’ બોક્સઓફિસ પર તેનો ડંકો વાગશે કે કેમ ?

Comments

comments

VOTING POLL