લેન્ડિંગ રેટમાં SBI,PNB, ICICI દ્વારા કરાયેલ વધારો

March 1, 2018 at 8:14 pm


એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક અને પંજાબ નેશનલ બેંક સહિત અનેક બેંકોએ ધિરાણદરમાં વધારો કરવાની આજે જાહેરાત કરી હતી. ધિરાણદરમાં વધારો કરવામાં આવ્યા બાદ ઇએમઆઈમાં વધારો થયો છે. હોમ લોન પણ વધુ માેંઘી થવાના સંકેત દેખાઈ રહ્યાા છે. બેંકિંગ વ્યવસ્થામાં કેશ સÃલાય અથવા તાે લિક્વીડીટીની ટાઈટ સ્થિતિ વચ્ચે બેંકો દ્વારા આ વધારો કરવામાં આવ્યો છે. એસબીઆઈ દ્વારા રિટેલ ઉછીના નાણા લેનાર માટે ડિપાેઝિટ રેટમાં 50 બેઝિક પાેઇન્ટનાે વધારો કરી દીધો છે. આજે એસબીઆઈએ તેના લેિંન્ડગ રેટના માર્જિનલ કોસ્ટમાં વધારો કયોૅ હતાે. બેંકો દ્વારા ઉભા કરવામાં આવતા ફંડ ઉપર વ્યાજદરમાં 20 બેઝિક પાેઇન્ટનાે વધારો કરવામાં આવ્યો છે. આની સાથે જ રેટ 7.55 ટકાથી વધીને 8.15 ટકા થઇ ગયો છે. પહેલી માર્ચથી શરૂ થતાં ગાળાથી આની શરૂઆત થશે. એસબીઆઈની જેમ જ આઈસીઆઈસીઆઈ બેંક, પંજાબ નેશનલ બેંકે પણ આજથી તેમના એમસીએલઆરમાં વધારો કયોૅ હતાે. 15 બેઝિક પાેઇન્ટ સુધીનાે ફેરફાર કરવામાં આવ્યો છે. એચડીએફસી બેંક દ્વારા આગામી સપ્તાહમાં રેટની સમીક્ષા કરવામાં આવનાર છે. હોમ લોન પણ વધુ માેંઘી બની રહી છે. બેંકો દ્વારા એમસીએલઆરને લઇને કેટલીક ગણતરી કરી હતી. એમસીએલઆરના લીધે આ પ્રકારની લોન ઉપર ઉંચો વ્યાજદર થાય છે. પીએનબીનું કહેવું છે કે, તેના હોમલોનનાે રેટ હવે 8.6 ટકા થશે જ્યારે મહિલાઆે માટે 8.55 ટકાનાે રહેશે. એસબીઆઈએ એમસીએલઆર પર 40 બેઝિક પાેઇન્ટનાે ફેલાવો કયોૅ છે. સરકાર દ્વારા આેછા વ્યાજદરની વાત કરવામાં આવી રહી છે. રિઝર્વ બેંકને પણ કેટલીક સુચનાઆે આપવામાં આવી છે. આરબીઆઈ દ્વારા હાલમાં જ પાેલિસી સમીક્ષામાં ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા.

Comments

comments

VOTING POLL