લોકપાલને બેસવા માટે સરકારે જગ્યા નથી આપીઃ હોટલનું ભાડું મહિને 50 લાખ

ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા લોકપાલ છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચાનો વિષય બનેલી છે. આની આૅફિસ દિલ્હીની અશોકા હોટલમાં છે. આરટીઆઈ અંતર્ગત એક શખસે આ માહિતી મેળવી કે, લોકપાલ કાર્યાલય અસ્થાયી રુપે અશોકા હોટલથી સંચાલિત થઈ રહી છે.
આરટીઆઈ એિક્ટવિસ્ટ શુભમ ખત્રીએ આના પર આરટીઆઈ દાખલ કરી હતી. તે અનુસાર રાજધાની દિલ્હીમાં એક સ્થાયી કાર્યાલય ન હોવાને કારણે ભ્રષ્ટાચારનો ખુલાસો કરનારી દેશની સર્વોચ્ચ સંસ્થા લોકપાલની આૅફિસ અશોકા હોટલમાં ચાલી રહી છે. આના માટે અહી 50 લાખ રુપિયાનું માસિક ભાડું ચૂકવવામાં આવે છે.
22 માર્ચ 2019થી 31 આૅક્ટોબર 2019 સુધી કામિર્ક તથા તાલિમ વિભાગ દ્વારા હોટલને 3 કરોડ 85 લાખ રુપિયા ભાડા પેટે આપવામાં આવી ચૂક્યાં છે. જાણકારી માટે કહી દઈએ કે, આ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ પીસી ઘોષને સરકારે ભારતના પ્રથમ લોકપાલ નિયુક્ત કર્યા હતા.
લોકપાલની આૅફિસ અશોકા હોટલના બીજા માળે છે. અહી 12 રુમ ભાડે લેવામાં આવ્યા છે. આરટીઆઈથી એ જાણકારી પણ મળે છે કે, 31 આૅક્ટોબર 2019 સુધી લોકપાલને ભ્રષ્ટાચારની 1160 ફરિયાદો મળી હતી જેમાંથી 1 હજાર ફરિયાદોને લોકપાલની પીઠે સાંભળી. આ ફરિયાદોમાંથી હજુ કોઈપણ મામલે લોકપાલે તપાસ પૂરી કરી કરી નથી.