લોકપ્રિય પગલાંથી રાજ્યોને ખોટ જશેઃ રિઝર્વ બેન્કની ચેતવણી

May 9, 2019 at 10:34 am


રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવતા લોકપ્રિય પગલાંને કારણે ચેતવણી વ્યકત કરતાં આરબીઆઈએ જણાવ્યું હતું કે, આવક સમર્થન યોજના અને ખેડૂતોની લોન માફી જેવા પગલાંથી રાજ્યોને નાેંધપાત્ર રાજકોષિય નુકસાન થશે.

અહી આરબીઆઈના વડામથક ખાતે 15મા નાણાપંચ અને ગવર્નર શિક્તકાંતા દાસ અને ડેપ્યુટી ગવર્નસ સહિતના આરબીઆઈના હોદ્દેદારો વચ્ચેની બેઠકમાં આ ચેતવણી વ્યકત કરવામાં આવી હતી. પોતાના પ્રેઝન્ટેશનમાં આરબીઆઈએ કેટલાક પરિબળોનો નિર્દેશ કર્યો હતો જેનાથી 2018-19ના સુધારેલા અંદાજમાં ફિસ્કલ િસ્લપેજિક આવશે.

ઉલ્લેખનીય છે કે, સામાન્ય ચૂંટણીઆે પહેલાં કેટલાક રાજ્યો અને કેન્દ્ર સરકારે સીમાંત ખેડૂતો અને ગરીબો માટે અનેક રાહતોની જાણ કરી હતી. ભાજપની સરકારોએ ગામડાંમાં લોકોની મુશ્કેલીઆે અને આંદોલનોને કારણે રાહતો જાહેર કરી હતી. જ્યારે ગયા ડિસેમ્બરમાં ચૂંટણી જીત્યા બાદ ત્રણ રાજ્યોમાં કાેંગ્રેસની સરકારોએ આવી રાહતો જાહેર કરી હતી.

કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ સરકારની આવક સમર્થન યોજનામાંથી પ્રેરણા લઈને દેશભરના ગરીબો માટે બજેટમાં જાહેરાત કરી હતી. કાેંગ્રેસે વચન આપ્યું છે કે, જો તે લોકસભાની ચૂંટણીમાં જીતશે તો વર્ષે રૂા.72,000ની આવકની ખાતરી આપશે. આ સ્કીમથી સરકારના નાણાકીય સંશાધનો ખલાસ થઈ જશે એવી ચિંતા અર્થશાસ્ત્રીઆેએ વ્યકત કરી હતી. આરબીઆઈના તમામ ગવર્નરો ફિસ્કલ િસ્લપેજિસ અંગે વારંવાર ચિંતા વ્યકત કરી ચૂકયા છે. આવી યોજનાઆેથી ફૂગાવા પર અસર પડે છે.

Comments

comments

VOTING POLL