લોકપ્રિય શો ‘કસૌટી જિંદગી કી’ ની બીજી સિઝનની તૈયારી ચાલુ

August 3, 2018 at 8:56 pm


એકતા કપૂરની લોકપ્રિય ટીવી સિરિયલ “કસૌટી જિંદગી કી” ની બીજી સિઝનની ચર્ચા છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહી છે. “કસૌટી જિંદગી-2” નો બીજો પ્રોમો સોશિયલ મીડિયામાં પહેલા જ વાયરલ થઇ ચુક્યો છે. આ શો સ્ટાર પ્લસ પર પ્રસારિત થશે. હવે સ્ટાર પ્લસના ટ્ટિટર હેન્ડલ પર આ જાણકારી શેર કરવામાં આવી છે આ શો ક્યારે શરૂ થશે,.

સ્ટાર પ્લસના ટ્વિટર હેન્ડલ પર કહેવામાં આવ્યું છે કે “કસૌટી જિંદગી કી -2” 10 મી સપ્ટેમ્બરથી શરૂ થશે. તે સોમવારથી શુક્રવાર 8 વાગે આવશે.

અનુરાગ બાસુનું પાત્ર પાર્થ સમથાન નિભાવી રહ્યો છે. એકતા કપૂરે લગભગ તેની પુષ્ટિ કરી દીધી છે. નિર્માતા એકતા કપૂરે પણ ટ્વિટમાં લખ્યું હતું કે “24 ના લીડ અનુરાગના પાત્રના 30 કરતાં વધુ એક્ટર નહીં નિભાવી શકે.”

આ શોમાં એરિકા ફર્નાન્ડિઝ પ્રેરણાના રોલમાં જોવા મળશે. પ્રોમો વીડિયોમાં કસૌટી જિંદગીના ટાઇટલ ટ્રેકને રિક્રિએટ કરવામાં આવ્યુ છે. પ્રેરણાના રોલમાં એરિકાનો લૂક સામે આવ્યો છે. ત્યા, પ્રોમો વીડિયોમાં અનુરાગનો ચહેરો બતાવામાં આવ્યો નથી. ઓરિજનલ ટાઇટલ ટ્રેકની જેમ જ આમાં અનુરાગ અને પ્રેરણાના રોમાંસને દર્શાવવામાં આવ્યો છે. શો નું નેગેટિવ પાત્ર કોમોલિકાના રોલમાં હિના ખાન નજર આવશે. હિના ખાને પુષ્ટી કરી છે કે તેને આ સીરિયલ માટે કોમોલિકાની ભૂમિકા ભજવવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમણે આ મામલામાં એકતા કપૂર સાથે ઓફિસયલી મુલાકાત કરી છે.

તો બીજી તરફ ‘અનુરાગ બાસુ’ ના પાત્ર માટે કેટલાક એકટરના નામ સામે આવ્યા છે, પરંતુ પાર્થ સમથાન અને અભિમન્યુ ચૌધરીએ નામ સૌથી ઉપર છે. પરંતુ અત્યાર સુધી તે નક્કી કરવામાં આવ્યું નથી કે આખરે આ ભૂમિકા કોણ નિભાવશે.

Comments

comments