લોકસભાની ચૂંટણીની તૈયારીઃ રાજ્યના તમામ કલેકટરો સાથે મુખ્ય ચૂંટણી અધિકારીએ કરેલી સમીક્ષા

January 9, 2019 at 11:23 am


લોકસભાની ચૂંટણી નજીકના ભવિષ્યમાં હોવાથી ચૂંટણીપંચ દ્વારા તેની તૈયારી કરી દેવામાં આવી છે. આજે મુખ્ય નિવાર્ચિન અધિકારીએ ગુજરાતના તમામ જિલ્લા કલેકટરો (જિલ્લા ચૂંટણી અધિકારીઆે) અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઆે સાથે ચૂંટણીની તૈયારી સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.

મતદાન સ્ટાફની ડેટા એન્ટ્રી પુરી કરવા, જિલ્લા ચૂંટણી વ્યવસ્થાપન પ્લાન તૈયાર કરવા, બૂથ લેવલ ચૂંટણી વ્યવસ્થાપન પ્લાન તૈયાર કરવા, ક્રિટિકલ મતદાન મથકો ફાઈનલ કરવા, મતદાન મથકોની ભૌતિક ચકાસણી, પૂરક મતદાન મથકોની જરૂરિયાત, શારીરિક સક્ષમ મતદારોની વ્યવસ્થા, વીડિયોગ્રાફર, વાહન, માઈક્રાે આેબ્ઝર્વરની નિમણૂક, ચૂંટણી માટે મંજૂર થયેલા સ્ટાફ સેટઅપમાં ઘટતી જગ્યાઆે ભરવા, િસ્વપ અને તાલીમ, કાયદો-વ્યવસ્થા, કોમ્યુનિકેશન પ્લાન, જુદા જુદા પ્રકારના 18 નોડેલ આેફિસરોની નિમણૂક, વોટર વેરિફિકેશન એન્ડ ઈન્ફર્મેશન પ્રાેગ્રામ કેમ્પેઈન, જિલ્લાકક્ષાએ એમસીએમસીની રચના સહિતના 20 મુદ્દાઆેની સમીક્ષા આજની બેઠકમાં કરવામાં આવી હતી.

Comments

comments

VOTING POLL