લોકસભાની ચૂંટણીનો શંખ ફુંકાયો

January 21, 2019 at 9:09 am


લોકસભાની ચૂંટણીનો શંખ ફૂંકાઈ ચુક્યો છે અને ભાજપ વિરુધ્ધ વિપક્ષી ગઠબંધન સામસામા આવી ગયા છે. લોકશાહીના આ સૌથી મોટા પર્વ સમાન લોકસભાની ચૂંટણીની તૈયારી ચૂંટણી પંચે શરુ કરી દીધી છે અને એવો અંદાજ બાંધવામાં આવે છે. કે, માર્ચના પહેલા પખવાડિયામાં તારીખોનું એલાન થશે.

લોકસભાની વર્તમાન મુદત 3 જૂને પૂરી થાય છે. એ પહેલાં ચૂંટણી પ્રqક્રયા પૂરી થઈ જવી જોઈએ.ચૂંટણી પંચ નક્કી કરી રહ્યું છે કે આ વખતે ચૂંટણી કેટલા તબક્કામાં યોજવી અને મતદાન કયા મહિનામાં યોજવું.સુરક્ષા દળોની ઉપલિબ્ધ તથા અન્ય જરુરિયાતોને આધારે ચૂંટણી પ્રqક્રયાના તબક્કા વિશે નિર્ણય લેવામાં આવશે.સૂત્રોનું કહેવું છે કે આ વખતની લોકસભા ચૂંટણી 6-7 તબક્કામાં યોજાશે.

2004માં મતદાનના તબક્કાની પહેલી તારીખ 20 એપ્રિલ હતી, આખરી તારીખ 10 મે હતી જયારે 2009માં પાંચ તબક્કાની ચૂંટણી 16 એપ્રિલથી શરુ થઈ હતી અને 13 મેએ પૂરી થઈ હતી. છેલ્લે 2014માં પહેલા તબક્કાનું મતદાન 7 એપ્રિલથી શરુ થયું હતું, આખરી તબક્કાનું મતદાન 12 મેએ પૂરી થયું હતું એવી પણ શક્યતા છે કે લોકસભાની ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ, આેડિશા, સિક્કીમ અને અરુણાચલ પ્રદેશ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજવી.જમ્મુ અને કશ્મીરમાં વિધાનસભાનું વિસર્જન કરવામાં આવ્યું છે એટલે ત્યાં પણ છ મહિનામાં નવેસરથી ચૂંટણી યોજવી પડશે.

જમ્મમુ-કશ્મીર વિધાનસભાનું ગયા વર્ષના નવેંબરમાં વિસર્જન કરી દેવાયું હતું અને એની અપર લિમિટ મે મહિનામાં પૂરી થશે. સામાન્ય સંજોગોમાં આ વિધાનસભાની મુદત 2021ની 16 માર્ચે પૂરી થાત. સિક્કીમ વિધાનસભાની મુદત 2019ની 27 મેએ, આંધ્ર પ્રદેશ, આેડિશા અને અરુણાચલ પ્રદેશ વિધાનસભાઆેની મુદત અનુક્રમે આ વર્ષની 18, 11 અને 1 જૂને પૂરી થાય છે.ટૂંકમાં ચૂંટણી પંચ લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી સાથે યોજવા પણ તૈયાર છે.

Comments

comments

VOTING POLL