લોકસભાની ચૂંટણી પરિણામોમાં અમદાવાદની બન્ને બેઠક પર ભાજપની આગેકૂચ: સર્વત્ર કેસરિયો છવાયો

May 23, 2019 at 11:32 am


Spread the love

છેલ્લા એક મહિનાથી જેની કાગડોળે રાહ જોવાતી હતી તે ૧૭ મી લોકસભાની ચૂંટણી ના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ ભાજપનો દબદબો યથાવત્ રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ પૂર્વ અને અમદાવાદ–પશ્ચિમની બેઠક માં ભાજપના ઉમેદવારો પ્રથમ રાઉન્ડથી જ કોંગ્રેસના ઉમેદવારો પર સરસાઈ મેળવી આગળ ચાલી રહ્યા હતા. યારે બીજા રાઉન્ડ ના અંતે અમદાવાદ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ પરમાર ભાજપના સાંસદ તથા ઉમેદવાર ડોકટર કિરીટ સોલંકી ને પાછળ રાખી આગળ વધી ગયા છે આમ અમદાવાદ પશ્ચિમની બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગળાકાપ સ્પર્ધા હોવાનું દેખાઈ રહ્યું છે.

અમદાવાદ પૂર્વ ની બેઠક માટે આજે ૨૬ ઉમેદવારો તથા અમદાવાદ–પશ્ચિમની બેઠક માટે ૧૩ ઉમેદવારોનો ભાવિ આજે બપોર સુધીમાં નક્કી થઈ જશે. અમદાવાદ પૂર્વ ની બેઠક માટે ગુજરાત કોલેજ ખાતે અને અમદાવાદ પશ્ચિમની બેઠક માટે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. બંન્ને બેઠકો માટે મતગણતરીના કુલ ૧૯ રાઉન્ડ યોજાશે જેના માટે કુલ ૮૮૨ કર્મચારીઓ તથા અધિકારીઓ ફરજમાં જોડાયા હતા.

જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા સાથે અમદાવાદની બે બેઠકો સહિત ગુજરાતની તમામ ૨૬ બેઠકો માટે આજે સવારે આઠ વાગ્યાથી શ થયેલી મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં અમદાવાદની બંને બેઠકો પર ભાજપના ઉમેદવારોની સતત આગેકુચ જોતા ભાજપના કાર્યકરોએ બંને ઉમેદવારોના વિજય સરઘસની પણ જોરદાર તૈયારીઓ શ કરી દીધી હતી પરંતુ બીજા રાઉન્ડ મા કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ પરમારે ભાજપના ઉમેદવાર ડો. કિરીટ સોલંકીને પછાડીને આગળ નીકળી ગયા હોવાથી ભાજપના નેતાઓ દ્રારા ઉત્સાહિત કાર્યકરોને થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવા સૂચના આપી હતી. જોકે ત્યારબાદ ના પરિણામના ટ્રેન્ડમાં ફરી એકવાર ભાજપના ઉમેદવાર ડો. કિરીટ સોલંકી કોંગ્રેસ થી આગળ નીકળી જતા ભાજપમાં ખુશીની લહેર જોવા મળી હતી
અમદાવાદની બંને બેઠકો માટે ચૂંટણી પરિણામનો આ ટ્રેન્ડ શઆતી છે પરંતુ મતગણતરીના હજુ ઘણા રાઉન્ડ બાકી હોવાથી ચૂંટણી પરિણામ નું અસલ ચિત્ર ૧૧ વાગ્યાની આસપાસ સ્પષ્ટ્ર થઇ જશે તેમ ચૂંટણીપંચના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન સવારે ૯:૩૦ વાગ્યા ની સ્થિતિ મુજબ ગુજરાતી ૨૬ માંથી ૨૫ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો આગળ ચાલી રહ્યા હતા.
સમગ્ર દેશમાં ભાજપ તથા સાથી પક્ષો ૩૦૦થી વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યા હોવાથી ભાજપમાં જશ્નનો માહોલ છવાયો હતો યારે ગુજરાતમાં પણ ભાજપનો દબદબો યથાવત રહેતા ભાજપના કાર્યકરોએ સવારથી જ ભારે ઉત્સાહિત દેખાતા હતા.

આ દરમિયાન અમદાવાદની વિધાનસભાની વધુ બેઠકોને આવરી લેતી ગાંધીનગર લોકસભાની બેઠક પર ભાજપના રાષ્ટ્ર્રીય પ્રમુખ અમિત શાહ તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડા ને પછાડી ૬૦ હજારથી પણ વધુ મતે આગળ ચાલી રહ્યા હોવાથી ભાજપ દ્રારા વિજયોત્સવની જોરદાર તૈયારીઓ શ કરી દીધી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું