લોકસભાની ત્રીજા તબક્કાની ગુજરાતની ૨૬ બેઠક માટે કાલે ૨૩મી એપ્રિલનાં રોજ મતદાન: રાતથી જ ઉમેદવારોનું ડોર ટુ ડોર કેમ્પીયન શરૂ

April 22, 2019 at 9:59 am


છેલ્લા પંદર દિવસથી કચ્છ લોકસભાને લઇને જીલ્લાની છએછ વિધાનસભા વાઇઝ ભાજપ-કોંગ્રેસ-અપક્ષ સહિતનાં ઉમેદવારો દ્વારા રિક્ષા, રેલી, સભા સહિતનાં માધ્યમોથકી જાર શોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. આજે પ્રચારનો છેલ્લો દિવસ હોય સાંજનાં પાંચ કલાકે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા હતાં. પરિણામે ઉમેદવારોએ રાતથી જ ડોર ટું ડોર કેમ્પીયન શરૂ કરી દેવામાં આવ્યું હતું.
મળતી વધુ માહિતી મુજબ ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં ન્યાયીક રીતે, પારદર્ષક રીતે ચૂંટણી થાય તે માટે મતદાનનાં દિવસનાં ૪૮ કલાક પૂર્વે ઉમેદવારો દ્વારા કરવામાં આવતાં પ્રચાર-પ્રસારનાં પડઘમ શાંત કરી દેવામાં આવતાં હોય છે. કારણકે ઉમેદવારો દ્વારા આપવામાં આવેલા વચનો સહિતની બાબતો ઉપર મતદારો વિચાર કરી શકે અને બાદમાં પોતાનાં મતાધિકારનો ઉપયોગ શાંત ચિત્તે કરી શકે.
ત્યારે કચ્છમાં પણ લોકસભા મત વિસ્તારમાં આવતી વિધાનસભાની છ સીટ પર છેલ્લા પંદર દિવસથી ભાજપ-કોંગ્રેસ-અપક્ષ સહિત અન્ય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર ઝુંબેશ જારશોરથી કરવામાં આવી રહ્યો હતો, સંખ્યાબંધ રેલી-સભા અને રોડ શો દ્વારા મતદારોને આકર્ષવાનો ભરપુર પ્રયાસ કરવામાં આવ્યાં હતાં. આ સિવાય રિક્ષા દ્વારા તેમજ અન્ય આધુનિક માધ્યમો થકી પણ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો હતો, પરંતુ સાંજનાં પાંચ કલાકથી જ પ્રચાર પ્રસારનાં પડઘમ શાંત થઇ જવા પામ્યા હતાં. પરિણામે ઉમેદવારોએ રાત્રીથી જ ગ્રૃપ મીટીંગ, ડોર ટુ ડોર પ્રચાર દ્વારા મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જાર લગાવાની શરૂઆત કરી દેવામાં આવી હતી.
તા.૨૩મી એપ્રિલનાં રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, ત્યારે પ્રચાર પ્રસારનાં પડઘમ શાંત થઇ જતાં ઉમેદવારો સતત બે દિવસ સુધી ડોર ટુ ડોર કેમ્પીયન કરીને પણ મતદારો સુધી પહોંચવાનાં તમામ પ્રયાસો હાથ ધરનાનું ચૂકશે નહી, ગ્રૃપ મીટીંગોનો પણ દોર રાતથી શરૂ થઇ જવા પામ્યો છે, તે અવિરત પણે ચાલું રહેશે. ખાસતો આવતી કાલની રાત્રીનાં તમામ ઉમેદવારો માટે કતલની રાત સાબિત થશે, મતદારોને આકર્ષવા માટે કોઇપણ કસર બાકી રહેવા નહીં દે તે પણ નક્કી છે.

Comments

comments

VOTING POLL