લોકસભાનું પ્રથમ સત્ર સાૈથી સફળ સત્ર બની ગયું : રિપાેર્ટ

July 18, 2019 at 8:14 pm


સંસદના ચાલુ સત્રને છેલ્લા 20 વર્ષમાં સાૈથી વધારે સફળતા હાથ લાગી છે. સરકાર વતૅમાન સત્રમાં થઇ રહેલા કામકાજને લઇને ખુબ જ ઉત્સાહિત છે. આજ કારણ છે કે, સરકાર ચાલુ સત્રને વધુ કેટલાક દિવસ સુધી વધારી દેવા માટે ઇચ્છુક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના દિવસે ભાજપ સંસદીય દળની બેઠકમાં આ પ્રકારની ઇચ્છા વ્યક્ત કરી હતી. સરકારની ઇચ્છા છે કે, પેિંન્ડગ રહેલા મોટાભાગના બિલને આ સત્રમાં પસાર કરી દેવામાં આવે તે જરૂરી છે જેથી મોનસુન સત્ર બાેલાવવાની જરૂર રહેશે નહીં. સુત્રોએ કહ્યું છે કે, ચાલુ સત્ર બાદ સીધીરીતે શિયાળુ સત્ર થશે. સરકારમાં ઉચ્ચસ્તરીય સુત્રોનું કહેવું છે કે, સત્રના કેટલાક દિવસાે વધારવામાં આવે તે જરૂરી છે. આ સંદર્ભમાં પણ ટૂંકમાં જ નિર્ણય લેવામાં આવશે. હાલમાં જ ચૂંટાયેલી 17મી લોકસભાનું આ પ્રથમ સત્ર યોજાઈ રહ્યું છે જેમાં વધુને વધુ કામ પૂર્ણ કરવા માટે તેની અવધિ વધારવામાં આવી શકે છે. ઉત્પાદકતાના મામલામાં 20 વર્ષના રેકોર્ડ તુટી ગયા છે. પીઆરએસ રિસર્ચના આંકડા દશાૅવે છે કે, 26મી જુલાઈ સુધી લોકસભાની ઉત્પાદકતા 128 ટકા રહી છે જે છેલ્લા 20 વર્ષના ગાળા દરમિયાન રહેલી ઉત્પાદકતા કરતા વધારે છે. આશરે 125 ટકા પ્રાેડક્ટીવીટીવાળા 2016ના બજેટ સત્ર અને 2014ના શિયાળુ સત્રને પાછળ છોડી દેવામાં સફળતા મળી છે. સાૈથી વધારે પ્રાેડક્ટીવીટીનાે દિવસ 11મી જુલાઈનાે દિવસ રહ્યાાે હતાે તે દિવસે રેલવે મંત્રાલય માટે લેખાનુદાન પર મધ્યરાત્રિ સુધી ચર્ચા થઇ હતી. લોકસભા અધ્યક્ષ આેમ બિડલા લોકસભા સચિવાલયને સવાર સુધી જરૂરી કામગીરી પૂર્ણ કરવાના આદેશ આપી ચુક્યા હતા. પ્રથમ દિવસે ત્રણ વાગ્યા સુધી ગૃહ ચલાવવાની યોજના બનાવવામાં આવી હતી. 16મી જુલાઈના દિવસે લોકસભાની કાર્યવાહી મધ્ય રાત્રિ સુધી ચાલી હતી.

Comments

comments

VOTING POLL