લોકસભામાં નાણા ખરડાને મંજૂરી

July 19, 2019 at 11:13 am


મોદી સરકારના બીજા કાર્યકાળના પહેલાં બજેટમાં રજૂ કરવામાં આવેલા નાણાં ખરડાને લોકસભા તરફથી મંજૂરી મળી ચૂકી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં કહ્યું કે 2019-20ના સામાન્ય બજેટમાં કર જોગવાઈનો હેતુ લોકોના જીવનસ્તર અને તેની ગુણવત્તાને શ્રેષ્ઠ બનાવવાનો છે. તેમણે એવું પણ કહ્યું કે હાલની સરકારનો હેતુ લોકોની પરેશાનીઆેને આેછી કરી ન્યુનત્તમ સરકાર અને મહત્તમ સુશાસન સુનિશ્ચિત કરવાનો છે.

નાણા ખરડા ઉપર ચર્ચાનો જવાબ આપતાં નાણામંત્રી સીતારમણે કહ્યું કે બજેટ 2019-20નો હેતુ વ્યાપાર સુગમતા, યુવા કારીગરો અને મેક ઈન ઈન્ડિયાને પ્રાેત્સાહન આપવાનો છે. સરકારનો ઈરાદો ભારતને દુનિયાનું નાણાકીય હબ બનાવવાનો છે. એટલું જ નહી સરકાર ઈચ્છી રહી છે કે દેશમાં ડિઝિટલ લેવડ-દેવડને પ્રાેત્સાહન મળે. ડિઝિટલ ચૂકવણાથી રાજકીય પક્ષોને મળનારા ફંડમાં વધુ પારદર્શકતા આવશે. સીતારમણે જણાવ્યું કે દેશમાં ટેક્સ સાથે જોડાયેલા કાયદાના સરળીકરણને લઈને નવી કરસંહિતાને અંતિમ રૂપ આપવાનું કામ જારી છે. આ દિશામાં રિપોર્ટ 31 જૂલાઈ સુધી મળી જશે. તેમણે એવું પણ કહ્યું કે નાણા ખરડામાં બિનકરાધાન જોગવાઈ હેઠળ સાત અધિનિયમોમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

Comments

comments

VOTING POLL