લોકસભામાં સરકારી કર્મચારીઓના મતદાનનો બીજો દિવસ: 396 કર્મચારીઓએ મતદાન કર્યા

April 15, 2019 at 11:36 am


સુરેન્દ્રનગર લોકસભા ચૂંટણી માટે 2902 પોલીસ કર્મીઓને ફરજ સોંપવામાં આવી છે ત્યારે આ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી અગાઉ તારીખ 13 અને 14 એપ્રિલ એમ બે દિવસ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનનું આયોજન કરાયું હતું. જેમાં કુલ બીજા દિવસના અંતે કુલ 2455 કર્મચારીઓએ મતદાન કરતા 84.59 ટકા મતદાન નોંધાયું હતું. સુરેન્દ્રનગર લોકસભા માટે આગામી 23 એપ્રિલે મતદાન યોજાનાર છે.

જેમાં જિલ્લાના કુલ 1536 બુથો પર મતદારો 2902 પોલીસ જવાનો ખડે પગે તૈનાત રહેનાર છે. ત્યારે ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો અને ગ્રામરક્ષક દળના જવાનો માટે ચૂંટણી વિભાગ દ્વારા તારીખ 13 અને 14 એપ્રિલના રોજ પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરાયું હતું. જેમાં તારીખ 13 એપ્રિલના રોજ 2059 જવાનોએ મતદાન કયર્િ બાદ 14 એપ્રિલના અંતિમ દિવસે વધુ 396 જવાનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અને 2902 કર્મચારીઓમાંથી 2455 કર્મચારીઓએ મતદાન કરતા 84.59 ટકા મતદાન નોંધાયું હતું.

Comments

comments