લોકસભા ચૂંટણીની આચારસંહિતા મહાપાલિકા માટે ‘આરામસંહિતા’

April 20, 2019 at 4:29 pm


લોકશાહીના મહાપર્વ સમી લોકસભા ચૂંટણીની આચારસંહિતા રાજકોટ મહાપાલિકા માટે ખરા અર્થમાં ‘આરામસંહિતા’ બની રહી છે. વોર્ડ કચેરીઓથી લઈ ઝોન કચેરીઓ અને મુખ્ય કચેરી પણ ખાલીખમ જોવા મળી રહી છે. મહાપાલિકા કચેરીનો સમય તો સવારે ૧૦:૧૦ કલાકથી સાંજે ૬:૧૦ કલાક સુધીનો છે અને બપોરે ૨:૧૫થી ૩:૦૦ કલાક સુધી રિસેસ હોય છે. કર્મચારીઓ કચેરીમાં સવારે ૧૦:૧૦ કલાકે આવવાના બદલે છેક ૧૧:૦૦ વાગ્યે આવે છે અને સાંજે કચેરી બધં થવાનો સમય ૬:૧૦ કલાકનો છે પરંતુ કર્મચારીઓ સાંજે ૫:૦૦ વાગ્યે રવાના થઈ જાય છે. અમુક કર્મચારીઓ તો ફેઈસ ડિટેકટરમાં માત્ર હાજરી પૂરાવીને રફુચક્કર થઈ જાય છે અને ત્યારબાદ ફરી સાંજે આવીને હાજરી પૂરી જાય છે ! અલબત્ત, ગુટલીબાજ કર્મચારીઓની આ હરકતોમાં સેક્રેટરી શાખા અને મ્યુનિ.કમિશનર બ્રાન્ચ સિવાયની તમામ શાખાઓનો સ્ટાફ સમાવિષ્ટ્ર છે.

દરમિયાન ‘આજકાલ’ દૈનિક દ્રારા આજે સવારે મહાપાલિકા કચેરી ખુલવાના સમયે સવારે ૧૦:૩૦ કલાકે સેન્ટ્રલ ઝોન કચેરી કે યાં આગળ મેયર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ બેસે છે તે કચેરીના ત્રણ માળના બિલ્ડિંગમાં કાર્યરત ૪૦ શાખા કચેરીઓની મુલાકાત લેવામાં આવી હતી તે વેળાએ લગભગ તમામ શાખા કચેરીઓમાં એક પણ કર્મચારીનું આગમન થયું ન હતું. અમુક શાખા કચેરીના દરવાજે તો અલીગઢી તાળાં લટકતાં નજરે પડયા હતા. ટેકસ બ્રાન્ચ, ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ, હેલ્થ બ્રાન્ચ, ફડ બ્રાન્ચ, ઓડિટ બ્રાન્ચ, બાંધકામ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ગાર્ડન શાખા, મહેકમ બ્રાન્ચ, ઈડીપી બ્રાન્ચ, આવાસ યોજના શાખા, એસ્ટેટ શાખા સહિતની તમામ શાખા કચેરીઓની તમામ ખુરશીઓ ખાલીખમ પડી રહી હતી. ઉપરોકત તસવીરો ૧૦:૩૦ કલાકે લેવામાં આવેલી છે. કચેરી શરૂ થવાનો સમય ૧૦:૧૦ કલાકે છે પરંતુ ૧૦:૩૦ સુધી કર્મચારીઓ ફરકયા ન હતા. જો કે આમ તો ૧૧ વાગ્યા સુધી કોઈ આવતું નથી. અગાઉ મેન્યુઅલી પૂરાતી હાજરીમાં ગોલમાલ થતી હોય હાજરી રજિસ્ટરની પ્રથા બધં કરીને ફેઈસ ડિટેકટર મશીન રાખવામાં આવ્યા છે પરંતુ ગુટલીબાજ કર્મચારીઓને પકડવામાં તે મશીનો પણ નિષ્ફળ રહ્યા છે કારણ કે અમુક કર્મચારીઓ સવાર–સાંજ ફકત ફેઈસ ડિટેકટરમાં ફકત હાજરી પૂરાવવા જ આવે છે બાકી દિવસભર કોઈ કામગીરી કરતાં નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી મહાપાલિકાની મુખ્ય કચેરી સહિતની તમામ કચેરીઓમાં કર્મચારીઓની હાજરી અંગેનું સરપ્રાઈઝ ચેકિંગ બધં કરી દેવામાં આવ્યું હોય કર્મચારીઓને છૂટો દોર મળી ગયો છે. બીજી બાજુ કચેરીમાં કામકાજ સબબ આવતાં અરજદારો કર્મચારીઓના આવવાની રાહ જોઈને બેસી રહે છે. અમુક કચેરીઓમાં તો અરજદારોની કતારો લાગી જાય ત્યારબાદ કર્મચારીઓનું આગમન થાય છે. યારે અમુક શાખા કચેરીઓમાં સ્ટાફ ફિલ્ડમાં છે તેમ કહેવાય છે અને સ્ટાફ કચેરીમાં પણ નથી હોતો અને ફિલ્ડમાં પણ નથી હોતો !

Comments

comments

VOTING POLL