લોકસભા ચૂંટણીની પૂરબહારમાં તૈયારીઃ રિટનિગ આેફિસરો માટે જાન્યુઆરીથી ટ્રેનિંગ

December 6, 2018 at 3:49 pm


વર્તમાન લોકસભાની ટર્મ મે માસમાં પુરી થાય છે તે પહેલાં ગમે તે સમયે યોજાનારી ચૂંટણી માટેની તડામાર તૈયારીઆે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ચાલી રહી છે. ચૂંટણી કામગીરીમાં જે સ્ટાફનો ઉપયોગ કરાવાનો છે તેની ડેટા એન્ટ્રી કરીને તાત્કાલીક પંચને મોકલી દેવાની સૂચના અપાયા બાદ હવે તમામ રિટનિ¯ગ આેફિસરોને તાલીમનો કાર્યક્રમ ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયો છે.

સટિર્ફિકેશન પ્રાેગ્રામ આેફ રિટનિગ આેફિસરના નામથી તાલીમ આપવામાં આવશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠક માટે અલગ-અલગ 7 તબકકામાં તાલીમના શેડયુલ નકકી કરવામાં આવશે. રિટનિગ આેફિસરોને પોતાને જે અનુકુળ હોય તે તબકકાની પસંદગી આવતીકાલ સુધીમાં લોકસભા ચૂંટણીકરવાની રહેશે અને તે અંગેની જાણ ચૂંટણીપંચને કરવાની રહેશે. જો કોઈ રિટનિગ આેફિસર અલગ-અલગ 7 તબકકામાંથી કોઈ તબકકાની પસંદગી નહી કરે તો ચૂંટણીપંચને યોગ્ય લાગશે તે તબકકામાં તાલીમ આપવામાં આવશે.

33 જિલ્લામાં ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે પરંતુ છેંી ઘડીએ કોઈ રિટનિગ આેફિસર ફરજ પર હાજર ન થઈ શકે તો તેવા કિસ્સામાં તાલીમ માટે 37 રિટનિ¯ગ આેફિસરોની પસંદગી કરવામાં આવી છે. તાલીમનો પ્રથમ તબકકો તા.7થી 11 જાન્યુઆરી, બીજો તબકકો 14થી 18 જાન્યુઆરી, ત્રીજો તબકકો 21થી 25 જાન્યુઆરી, ચોથો તબકકો 27 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, પાંચમો તબકકો 4થી 8 ફેબ્રુઆરી, છઠ્ઠાે તબકકો 11થી 15 ફેબ્રુઆરી અને 7મો તબકકો 18થી 22 ફેબ્રુઆરીનો નિયત કરવામાં આવેલ છે.

Comments

comments

VOTING POLL