લોકસભા ચૂંટણીમાં કાેંગ્રેસે 820 કરોડ રુપિયાનો ખર્ચ કર્યાનું જાહેર

November 8, 2019 at 11:10 am


ચૂંટણીમાં કરોડોનો ખર્ચો થતો હોય છે તેવી વાતો અનેકવાર સાંભળવા મળતી હોય છે પણ કાેંગ્રેસ દ્વારા લોકોસભાની ચૂંટણીમાં થયેલા ખર્ચનો આંકડો સામે આવ્યો છે તે જાણીને ચાેંકી જવાશે. કાેંગ્રેસે ચૂંટણી દરમિયાન 820 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો છે. કાેંગ્રેસનો આ ચૂંટણી ખર્ચ પાછલી લોકસભા ચૂંટણી કરતા ગણો વધુ છે. 2014માં કાેંગ્રેસે 516 કરોડ રુપિયાનો ખર્ચ ચૂંટણી દરમિયાન કર્યો હતો.
લોકસભાની ચૂંટણીની સાથે-સાથે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, તેલંગાણા, આેડિશા અને સિિક્કમમાં વિધાનસભા ચૂંટણી થઈ હતી. કાેંગ્રેસ દ્વારા આ ચૂંટણીનો ખર્ચ પણ તેની અંદર સમાવવામાં આવ્યો છે. 2014માં સામાન્ય ચૂંટણીમાં કાેંગ્રેસ કરતા વધુ ભાજપે 714 કરોડ રુપિયાનો ખર્ચ કર્યો હતો. જોકે, ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં કરેલા ખર્ચનો આંકડો સામે આવ્યો નથી.

ચૂંટણી દરમિયાન થયેલા ખર્ચનું સરવૈયુ કાેંગ્રેસે 31 આેક્ટોબરે ચૂંટણીપંચ સમક્ષ રજૂ કર્યું છે, જે પ્રમાણે પાર્ટીએ કોર પ્રચાર માટે 626.3 કરોડ રુપિયા અને 193.9 કરોડ ઉમેદવારો પર ખર્ચ કર્યા છે. કાેંગ્રેસ પાર્ટીએ જાહેરાતો સહિત કુલ 856 કરોડનો ખર્ચ કર્યો છે. મહત્વનું છે કે, ચૂંટણી દરમિયાન મેમાં કાેંગ્રેસની સોશિયલ મીડિયા હેડ દિવ્યા સ્પંદને નિવેદન આપ્યું હતું કે, અમારી પાસે રુપિયા નથી.
નાેંધનીય છે કે, દેશની સૌથી જૂની પાર્ટી કાેંગ્રેસે ચૂંટણીમાં કોર પ્રચારમાં જે 636.36 કરોડનો ખર્ચ કર્યો હતો, તેમાંથી573 કરોડ રુપિયા ચેક દ્વારા જ્યારે 14.33 કરોડ રુપિયા કેશથી ચૂકવ્યા હતા. કેન્દ્રીય પાર્ટી મુખ્યાલયે મીડિયા પિબ્લસિટી અને જાહેરાતો પર કુલ 356 કરોડ રુપિયા ખર્ચ કર્યો.
કાેંગ્રેસ સિવાય અન્ય પાર્ટીઆેએ ખર્ચનું સરવૈયું રજૂ કર્યું છે, જેમાં તૃણમુલ કાેંગ્રેસએ 83.6 કરોડ, બીએસપીએ 55.4 કરોડ, એનસીપીએ 72.3 કરોડ અને સીપીએમે 73.1 કરોડ રુપિયાનો ખર્ચો કર્યો.

Comments

comments