લોકસભા ચૂંટણીમાં ખેડૂતો ઉપર મોટો દાવ ખેલશે કાેંગ્રેસ

September 17, 2018 at 10:47 am


લોકસભા ચૂંટણી 2019ના રાજકીય વિમર્શને ‘ચહેરા’ની જગ્યાએ મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરવાની કવાયતમાં લાગેલી કાેંગ્રેસ યુપીએ-1માં રાજકીય ગેમચેન્જર બનેલી સ્કીમોની તર્જ પર અમુક નવા ચૂંટણી વાયદાના સ્વરૂપ પર મંથન કરી રહી છે. પાર્ટી ખેડૂતોને સાધવા માટે યુપીએ-1ની ખેડૂત કરજ માફી જેવા નિર્ણયને ચૂંટણી વાયદામાં સામેલ કરી મોટો દાવ રમવાની તૈયારીમાં લાગી ગઈ છે. ખેડૂતોની સાથે શિક્ષા, સ્વાસ્થ્ય અને રોજગારના મોરચા પણ ચૂંટણી વાયદાઆેમાં સામેલ કરવામાં આવશે.

કાેંગ્રેસની ચૂંટણી ઘોષણાપત્ર સમિતિએ જનતાને રોજ ખુંચનારા આવા મહત્ત્વના મુદ્દાની આેળખ કરી તેના ઉપર શરૂઆતી ચર્ચા શરૂ કરી દીધી છે. જો કે ખેડૂતોની કરજમાફી જેવા મોટા વાયદાને બ્લ્યુપ્રિન્ટમાં સામેલ કરતાં પહેલાં પક્ષ દેશભરના ખેડૂત પ્રતિનિધિઆે અને સંગઠનો સાથે સીધો ખેડૂતોનો ફિડબેક પણ લેશે. કરજ માફી ઉપરાંત દીર્ઘકાલિન રીતે કૃષિ ક્ષેત્ર અને ખેડૂતોને મજબૂત બનાવવાના સચોટ વાયદા પણ આ બ્લ્યુ પ્રિન્ટનો હિસ્સો હશે. કાેંગ્રેસ ચૂંટણી ઘોષણાપત્ર સમિતિની મળેલી બીજી બેઠકમાં આ અંગે મંત્રણા થઈ હતી. પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ પાર્ટીના ઘોષણાપત્ર સમિતિની આગેવાની કરી રહ્યા છે.

પાર્ટીનું પોતાનું આકલન છે કે એનડીએ સરકારમાં ખેડૂતોને રાહત મળી નથી. આવામાં ખેડૂતવર્ગનો સાથ મળી જાય તો રાજકીય બાજી પલટવી મુશ્કેલ નહી રહે. 2004માં શાઈનિંગ ઈન્ડિયાની ચારે બાજુ ગુંજ છતાં ચૂંટણીમાં વાજપેયી સરકારને મળેલા પરાજયનું ઉદાહરણ કાેંગ્રેસની આ આશાનો આધાર છે.

આવનારી લોકસભા ચૂંટણીમાં ખેડૂતોને મોટા દાવની આકર્ષવાની કાેંગ્રેસની તૈયારીઆેનો સંકેત રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂત કરજમાફીના ચૂંટણી વાયદાનો મુખ્ય આધાર બનવાથી પણ મળે છે. કરજ માફીના વાયદાએ પંજાબમાં કાેંગ્રેસની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. ગુજરાત ચૂંટણીમાં કાેંગ્રેસ હારી જરૂર હતી પરંતુ ખેડૂતોને સાધવામાં તેનો દાવ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં સફળ રહ્યાે હતો જેના કારણે ગુજરાતમાં ભાજપ-કાેંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર રહી હતી. કણાર્ટકમાં જેડીએસ સાથે સરકાર બનાવ્યા બાદ 36 હજા કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાતનો શ્રેય લેવાથી પણ કાેંગ્રેસ પાછળ નથી.

મધ્યપ્રદેશ અને રાજસ્થાન બન્ને રાજ્યોમાં કાેંગ્રેસે સત્તા પર આવવા માટે ખેડૂતોના કરજ માફ કરવાની જાહેરાત કરી રાખી છે. રાજસ્થાન પ્રદેશ કાેંગ્રેસ પ્રમુખ સચિન પાયલટનું કહેવું છે કે સત્તામાં આવવાના તુરંત બાદ ખેડૂતોનું કરજ માફ કરવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ જ્યારે એનડીએ સરકાર ઉદ્યાેગપતિઆેનું કરજ માફ કરી શકે છે તો પછી ખેડૂતોનું દેવું શા માટે માફ ન કરી શકે ?

Comments

comments