લોકસભા-વિધાનસભાની ચૂંટણીમાં મત વિભાગ સેગમેન્ટ દીઠ પાંચ વીવીપેટ મશીનોમાં સ્લીપની ગણતરી કરવી

April 17, 2019 at 10:31 am


રાજયમાં તારીખ ર3 મી એપ્રિલ, ર019 ના રોજ લોક્સભાની ર6 બેઠકો પર તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીઓના સંદર્ભમાં ચાર વિધાનસભા મતવિભાગોમાં મતદાન થનાર છે. મતગણતરીની કામગીરી તારીખ ર3 મી મે, ર019 ના રોજ હાથ ધરવામાં આવનાર છે.
સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ, રાજયની તમામ લોક્સભા મતવિભાગની બેઠકોમાં સમાવિષ્ટ દરેક વિધાનસભા મતવિભાગ દીઠ રેન્ડમલી પસંદ કરેલ પાંચ વીવીપેટ મશીનોની સ્લીપની ફરજિયાત ગણતરી કરવામાં આવશે. તે જ પ્રમાણે પેટા ચૂંટણીઓ યોજાનાર છે તે ચાર વિધાનસભા મતવિભાગોમાં પણ વિધાનસભા મતવિભાગ દીઠ રેન્ડમલી પસંદ કરેલ પાંચ વીવીપેટ મશીનોની સ્લીપની પણ ફરજિયાત ગણતરી કરવામાં આવશે.
છેલ્લા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થયા બાદ જે કિસ્સામાં ક્ધટ્રોલ યુનિટમાં ટેકનીકલ ક્ષ્ાતિને લીધે રીઝલ્ટ ડિસ્પ્લે થતું ન હોય તેવા ક્ધટ્રોલ યુનિટ સાથે ઉપયોગ કરવામાં આવેલ વીવીપેટ સ્લીપની પણ ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ કોઈ ઉમેદવાર દ્વારા વીવીપેટ સ્લીપની ગણતરી કરવાની માંગણી કરવામાં આવે તો, સંબંધિત ચૂંટણી અધિકારી દ્વારા આ અંગે નિર્ણય કરીને જર જણાશે તો વીવીપેટની સ્લિપની ગણતરી કરવામાં આવશે. આ બંને કામગીરી પૂર્ણ થયા બાદ, વિધાનસભા મત વિભાગ/સેગમેન્ટ દીઠ પાંચ વીવીપેટ મશીનોની સ્લીપની ગણતરી કરવામાં આવશે.
પાંચ વિધાનસભા મતવિભાગ/સેગમેન્ટની પસંદગી સંબંધિત ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારો અથવા તેઓના એજન્ટની હાજરીમાં જે તે વિધાનસભા મતવિભાગના જનરલ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં ડ્રો દ્વારા કરવામાં આવશે. ચૂંટણી અધિકારી દ્વારા આ અંગેની લેખિત જાણ ઉમેદવારો/ઉમેદવારોના એજન્ટને કરવામાં આવશે. ડ્રો કરવા માટે નીચેની કાર્યરીતિ અનુસરવામાં આવશે.
ડ્રો કરવા માટે સફેદ કલરના પોસ્ટકાર્ડ સાઈઝના પેપર કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે. આવા પેપર કાર્ડની સંખ્યા વિધાનસભા મતવિભાગના મતદાન મથકોની સંખ્યા જેટલી હોવી જોઈએ. જે મતદાન મથકોમાં ક્ધટ્રોલ યુનિટમાં ટેકનીકલ ક્ષ્ાતિને કારણે પરિણામ ડિસ્પ્લે થયું ન હોય તેવા મતદાન મથકોનો આ ફરજિયાત ગણતરીમાં સમાવેશ કરવામાં આવશે નહીં.
આ પેપર કાર્ડ અગાઉથી જ વિધાનસભા મતવિભાગ/સેગમેન્ટ દીઠ પ્રિન્ટ કરીને તૈયાર રાખવામાં આવશે. જેમાં મથાળાની જગ્યાએ વિધાનસભા મતવિભાગ/સેગમેન્ટનું નામ અને વચ્ચે મતદાન મથકનો નંબર છાપેલો હશે. દરેક મતદાન મથકનો નંબર ઓછામાં ઓછા 11 સાઈઝમાં કાળી શાહીથી છાપેલ હશે.
ડ્રો માટે ઉપયોગ થનાર પેપર કાર્ડ ચાર ફોલ્ડમાં એવી રીતે વાળેલા હશે કે જેથી મતદાન મથકનો નંબર પ્રદર્શિત ન થાય. દરેક પેપરકાર્ડને ફોલ્ડ કરતાં પહેલાં ઉમેદવારો/ઉમેદવારોના એજન્ટોને બતાવીને જ તેને ફોલ્ડ કરીને ક્ધટેનરમાં નાખવામાં આવશે. આવા પેપર કાર્ડ એક મોટા ક્ધટેનરમાં રાખવાના રહેશે અને તેમાંથી પાંચ કાર્ડ બહાર કાઢતા પહેલાં ચૂંટણી અધિકારી દ્વારા ડબ્બામાં રહેલ કાર્ડને બરાબર હલાવીને મિશ્ર કરવામાં આવશે.
વીવીપેટ પેપર સ્લિપની ગણતરી, મતગણતરી ખંડમાં તૈયાર કરવામાં આવેલ વીવીપેટ કાઉન્ટીંગ બુથ (વીસીબી) માં કરવામાં આવશે. આવા બુથની રચના બેન્ક કેશિયરની કેબીન જેવી હશે કે જેથી કોઈપણ અનધિકૃત વ્યક્તિ દ્વારા વીવીપેટ પેપર સ્લિપ લઈ ન શકાય. ઈવીએમ મશીનો દ્વારા મતગણતરી પૂર્ણ થયા બાદ, રેન્ડમલી પસંદ કરીને, મતગણતરી ખંડમાં રાઉન્ડવાર મતગણતરી માટે તૈયાર કરવામાં આવેલ ટેબલમાંથી એક ટેબલને વીવીપેટ કાઉન્ટીંગ બુથ (વીસીબી) માં ફેરવવામાં આવશે.
રેન્ડમલી પસંદ કરેલા પાંચ મતદાન મથકોની વીવીપેટ સ્લિપની ગણતરી વારાફરતી કરવામાં આવશે. સંબંધિત ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારી વીસીબીની વ્યક્તિગત દેખરેખ હેઠળ આ કામગીરી થશે. ઉપરાંત, સંબંધિત ઓબ્ઝર્વર દ્વારા આ કામગીરી માટે ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચનાઓનું ચોકક્સપણે પાલન કરવામાં આવે છે તેનું ધ્યાન રાખવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરવામાં આવશે.
આમ, ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા મતગણતરીની કામગીરી સંપૂર્ણ તથા પારદર્શક બનાવવામાં આવેલ છે. તેમ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્નાની યાદીમાં જણાવાયું છે.

Comments

comments