લોકો પરિવાર સાથે તહેવાર મનાવે છે ત્યારે પોલીસના જવાનો સુરક્ષામાં હોય છે તૈનાત

November 7, 2018 at 2:06 pm


જયારે લોકો શહેરમાં દિવાળીનું જશન માનવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશ સહિત રાજકોટ પોલીસના જવાનો હંમેશા આપણી સુરક્ષા માટે ખડે પગે રહેતા હોય છે. જેથી કોઇ દુર્ઘટના ન સજાર્ય તેમજ લોકો ખુશી ખુશી દિવાળી મનાવી શકે પરંતુ કર્તવ્ય અને સબંધોની વચ્ચે આ જવાનો કર્તવ્યને પ્રાથમિકતા આપતા હોય છે. રાજકોટમાં પણ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત સમગ્ર રાજકોટની પોલીસના જવાનો તેમની ડયુટી પર રહે છે જેના કારણે તેઆેને પરિવારથી દુર રહેવું પડે છે. તહેવારો પર બાળકો જરૂર પરેશાન થાય છે કારણ કે, તેમને આશા હોય છે કે તેમના પરિવારના મુખ્યા તેમની ખુશીઆેમાં ભાગીદાર બને પરંતુ જવાબદારીઆેને કારણે તેઆે બંધાયેલા રહે છે જેથી પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો તહેવારો ટાણે જ મળી શકતો નથી.
પોતાના પરિવારની ઇચ્છાઆે તેમજ સુરક્ષાની વારંવાર અહુતિ આપવી પડતી હોય છે. કર્તવ્યની આગળ પરિવારની ઇચ્છાઆે કુરબાન કરવી જ તેમનું આડકતરું લક્ષ્ય બની જતું હોય છે. પોલીસના સુરક્ષાકર્મીઆે પોતાના કર્તવ્યના કારણે દિવસ રાત શહેરના માર્ગો પર ખડેપગે રહે છે જેથી આમ જનતા તહેવાર ખુશીઆેથી મનાવી શકે.
પરિવારજનો પણ પરિસ્થિતિથી ટેવાઇ ચૂકયા છેઃ પો.કમિશનર મનોજ અગ્રવાલ
દિવાળીનો તહેવાર આવે ત્યારે હંમેશા પોલીસ ખડેપગે રહી લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપતી હોય છે ત્યારે પરિવારજનો પણ આ પરિસ્થિતિથી ટેવાઇ ચુકયા હોય છે. જોકે, તહેવારોમાં સાથે ઉજવણી કરી શકતા ન હોય તેઆે પરિવારજનો સાથે પાછળથી ઉજવણી કરી અને બેલેન્સ જાળવે છે. દિવાળીના આ તહેવાર નિમિત્તે પણ રાજકોટની પ્રજાની સુરક્ષા જ તેમનું મુખ્ય ધ્યયે રહે છે. આજના દિવસે તેઆે રાજકોટવાસીઆેને દિવાળીની શુભકામના પાઠવે છે.
પરિવારને સમય આપી શકતા નથીઃ નાયબ પો.કમિશનર મનોહરસિંહ જાડેજા
દિવાળીના તહેવારમાં પરિવારને સમય આપી શકતા નથી. દિવાળીના તહેવારો પર જવાબદારી બેવડી થઇ જાય છે. લોકોની સુરક્ષા તેમજ ગુનાખોરી પર રોક માટે તેઆે સતત પ્રયત્નશીલ રહે છે. નિયમિત દિવસો કરતાં કામનું ભારત વધારે હોય છે ત્યારે પાછળથી પરિવાર સાથે ઉજવણી કરવાની તૈયારી છે.
જવાબદારી વધુ છે છતાં પરિવાર સાથે ઉજવણી પસંદઃ ડીઆઇજી સંદિપ સિંહ
રાજકોટ રેન્જના પાંચયે જિલ્લાના વડા હોવાના કારણે જવબદારી પણ વધારે હોય છે પરંતુ વધારે જવાબદારી હોવા છતાં તેઆે પરિવાર સાથે દિવાળીની ઉજવણી પસંદ કરે છે. રાજકોટની જનતાની સુરક્ષા દિવાળીના તહેવારમાં તેમનું લક્ષ્ય છે ત્યારે સાથે સાથે લોકો સુરક્ષીત રહે તેવી શુભેચ્છા પણ તેઆે પાઠવે છે.

Comments

comments

VOTING POLL