લોધીકામાં પ્રેમીકાને મળવા આવેલા વારાણસીના યુવાન પર હુમલો

July 18, 2019 at 11:32 am


આજકાલ પ્રતિનિધિ-રાજકોટ અ લોધીકા નજીક મેટોડા જીઆઈડીસી પાસે યુપીના શ્રમીક યુવાન પર છરી વડે હુમલો થતાં તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. યુપીના વારાણસીમાં રહેતો યુવાન તેની પ્રેમીકાને મળવા આવ્યો હોય તેની જાણ થતાં તેના પિતરાઈ ભાઈઆેએ આ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ યુપીના વારાણસીમાં રહેતો અજય વિજયસંગ ચૌહાણ ઉ.વ.25 નામનો પરપ્રાંતીય યુવાન ગતરાત્રીના મેટોડા જીઆઈડીસી ગેઈટ નં.3 પાસે હતો ત્યારે અજાÎયા શખસોએ ધસી આવી ધોકા અને છરી વડે હુમલો કરતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા લોધીકા પોલીસે હોસ્પિટલે દોડી આવી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમીક તપાસમાં મેટોડોમાં રહેતા તેના પિતરાઈ ભાઈઆે રવિ, સુજીત, સુખદેવની બેન સાથે અજયને પ્રેમ સંબંધ હોય જેથી વારાણસીથી તેને મળવા આવ્યાની શંકાએ હુમલો કર્યો હોવાનું બહાર આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Comments

comments