લોન વધુ માેંઘી બનશેઃ રિઝર્વ બેન્કે વ્યાજદરમાં 0.25 ટકાનો કર્યો વધારો

August 1, 2018 at 4:30 pm


એક બાજુ માેંઘવારી મોઢું ફાડીને ઉભી છે ત્યારે બીજી બાજુ આજે રિઝર્વ બેન્કે પોતાની ધીરાણનીતિમાં 0.25 ટકાનો વધારો કરતાં લોન વધુ માેંઘી બનશે. 2013 પછી પહેલી વખત એવું બન્યું છે કે રિઝર્વ બેન્કની ધીરાણનીતિની સતત બે બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો હોય. આ પહેલાં જૂન માસમાં મળેલી બેઠકમાં પણ 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આજે દર વધાર્યા બાદ રેપોરેટ 6.25માંથી 6.50 અને રિવર્સ રેપોરેટ 6માંથી 6.25 ટકા કરવામાં આવ્યો છે.

આજે ધીરાણનીતિ જાહેર થાય તે પહેલાં જ નિષ્ણાતો દ્વારા દરમાં વધારો કરવામાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ હતી અને ધારણા અનુસાર જ રિઝર્વ બેન્કે દરમાં વધારો કર્યો છે. આ પહેલાં જૂન માસમાં મળેલી બેઠકમાં 0.25 ટકાનો વધારો કરાયો હતો જ્યારે આજની બેઠકમાં પણ 0.25 ટકાનો વધારો કરતાં સતત બે બેઠકમાં કુલ 0.50 ટકાનો વધારો થયો છે. આ વધારા સાથે જ દેશમાં પ્રાઈમ લેન્ડિ»ગ રેટ 6.50 ટકા પર પહાેંચી ગયો છે જે હાલની સરકારના કાર્યકાળમાં સૌથી ટોચ પર છે.

રોયટરે ગત સપ્તાહે 63 અર્થશાસ્ત્રીઆેના એક સર્વેમાં જણાવ્યું હતું કે હાલની આર્થિક સ્થિતિ જોતાં રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવશે જ. જ્યારે 22 અર્થશાસ્ત્રીઆેએ દાવો કર્યો હતો કે વ્યાજદરોમાં વધારો આગલી બેઠક અથવા 2019ની પહેલી બેઠક દરમિયાન કરવામાં આવી શકે છે.

જો કે આજની બેઠકમાં જ દરમાં વધારો કરી દેવામાં આવતાં હવે કરજ વધુ માેંઘી બનશે અને લોનના હપ્તાની રકમમાં પણ વધારો નાેંધાશે.

Comments

comments

VOTING POLL