લોર્ડસ ટેસ્ટમાં ભારતની ટીમ હારવા લાયક જ હતી : વિરાટ કોહલી

August 13, 2018 at 1:45 pm


ટેસ્ટની નંબર વન ટીમને રવિવારે ઇગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડéાે. મચમાં હાર્યા બાદ ભારતીય qક્રકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી થોડો નિરાશ નજર આવ્યો. તેણે કહ્યું કે, આ મેચ (લોર્ડસ ટેસ્ટ)મા અમે હારના જ લાયક હતા. જો તેની નિરાશાને જોવામાં આવે તો સ્કોર બોર્ડથી જ સાફ થઇ જાય છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ વિરુÙ ટેસ્ટ સીરીઝના લોર્ડસમાં રમાઇ રહેલ મેચમાં ચોથા દિવસે પાણીમાં બેસી ગઇ. વિરાટે મેચ બાદ માન્યુ કે, હાલાતને જોતા અંતિમ 11 ખેલાડીઆેની પસંદગી કરવામાં ભૂલ થઇ ગઇ.

મેચમાં ભારતીય ટીમના પ્રદર્શનને લઇ નિરાશા જાહેર કરતા કોહલીએ કહ્યું કે, તેને એવું પ્રદર્શન કર્યુ કે જેના પર ગર્વ ના કરી શકાય. તેણે ઇંગ્લેન્ડ ટીમની સખત મહેનતના વખાણ કર્યા અને કહ્યું કે, ખુબ જ મહેનત સાથે જ ઇંગ્લેન્ડે મેચ દરમિયાન યોગ્ય નિર્ણયો લીધા અને પ્રતિબિમ્બતા દેખાડી જે તેમને જીત તરફ લઇ ગઇ.
મેચના પૂર્ણ થયા બાદ કોહલીએ કહ્યું,અમે રમતમાં જે પ્રદર્શન કર્યુ તેના પર ગર્વ ના કરી શકાય. ગત પાંચ મેચોમાં આવું પ્રથમ વાર બન્યુ છે કે અમે યોગ્ય રીતે રમી શક્યા નથી. અમે હારવા લાયક જ છીએ. જોકે, કોહલીએ એવું પણ કહ્યું કે, ખરાબ બેટિંગને હાર માટે જવાબદાર ઠેરવી શકાય નહી.
તેણે કહ્યું,જ્યારે તમે રમી રહ્યા હોવ ત્યારે તમે ખરેખર સ્થિતિઆે વિશે વિચારી શક્તા નથી. તમે બેસીને તે વિશે પાલન કરી શક્તા નથી, ઘણી વખત બોલ તમારી પસંદગીની દીશામાં પણ જતો નથી.
લોડ્ર્સના મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને ઈનિગ્સ અને 159 રને કારમો પરાજય આપી પાંચ ટેસ્ટમેચની સિરિઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ ઈનિગ્સમાં 107 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઇંગ્લેન્ડે qક્રસ વોક્સના અણનમ 137 રન અને બેરસ્ટોના 93 રનની મદદથી 7 વિકેટના નુકસાનથી 396 રનનો સ્કોર બનાવી દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ દાવને આધારે ઇંગ્લેન્ડે 289 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ઊતરેલી ભારતીય ટીમ માત્ર 130 બનાવી શકી હતી.

Comments

comments

VOTING POLL