લોહાનગરમાંથી નામચીન તસ્કર ઝડપાયો

April 16, 2018 at 4:17 pm


શહેરમાં નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ક્રાઈમ બ્રાંચે ગોંડલ રોડ પર આવેલ લોહાનગર પાસેથી નામચીન તસ્કરને અટકાવી તલાશી લેતાં તેની પાસેથી બે મોબાઈલ તેમજ ડીવીઆર મળી આવતા પોલીસે આકરી પુછપરછ કરતા એકાદ વર્ષ પહેલા તેના બે મિત્ર સાથે કુવાડવા રોડ પર આવેલ રવિ મોબાઈલ શોરૂમના તાળા તોડી ૮ મોબાઈલ, ડીવીઆર અને કેમેરાની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી અન્ય મોબાઈલ સહિતની મત્તા કબજે કરવા તથા અન્ય તસ્કરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.પી.અનડકટ, ભરતભાઈ, શૈલેષભાઈ, જયપાલભાઈ સહિતના સ્ટાફે લોહાનગર પાસેથી નામચીન તસ્કર મનસુખ ઉર્ફે દીપ હરી પરમારની અટકાયત કરી તેની તલાશી લેતાં તેની પાસેથી બે મોબાઈલ મળી આવતા તેની આકરી પુછપરછ કરતા તેને એકાદ વર્ષ પહેલા તેના મિત્ર કિશન ઉર્ફે બાવ અને બૈજુ રહે. બન્ને લોહાનગર સાથે કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ પાસે આવેલા રવિ મોબાઈલ નામના શોરૂમના તાળા તોડી ૮ મોબાઈલ, ડીવીઆરની ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે ૪ હજારના બે મોબાઈલ કબજે કરી વધુ મોબાઈલ કબજે કરવા તેમજ અન્ય બે તસ્કરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે

Comments

comments

VOTING POLL