લો બોલો એક માટલાથી વધુ પાણી ભરે તો ભરવો પડે છે દંડ!!!

May 16, 2019 at 5:08 pm


જળ એ જીવન છે- આ કહેવત સાચી જ છે કારણ કે જળ વિના જીવન શક્ય જ નથી. પાણીએ વ્યક્તિના જીવન સાથે જોડાયેલું છે. જે લોકોને સરળતાથી પાણી મળે છે. તે લોકો જાણે અજાણે પાણીનો વ્યય કરે છે. જ્યારે આજે પણ ભારતના અનેક રાજ્યોમાં નાના એવાં ગામો છે, જેઓને પીવાનું પાણી પણ મુશ્કેલથી મળે છે. ભારતના છત્તીસગઢ રાજ્યમાં બસ્તર જીલ્લાના દરભા તાલુકામાં ઘણાં ગામ એવા છે જે પાણી માટે તરસે છે. અહીં એક માટલું પાણી ભરી લીધાં બાદ બીજું માટલું ભરવા પર દંડ લાગે છે.

 

બસ્તર જીલ્લામાં આવેલ દરભા તાલુકાના અનેક ગામોમાં ગરમીના દિવસોમાં પાણીની સમસ્યા વધવા લાગી છે. તેથી એક માટલાથી વધારે પાણી ભરવા પર દંડ લગાવામાં આવે છે. પાણીના દુરપયોગને રોકવા માટે આ નિર્ણય પંચાયતે લીધો છે. અહીં પાણીના સ્ત્રોતોનો અભાવ હોવાની સાથે ભૂ-જળ સ્તર પણ ઘણું નીચે છે. બસ્તર જીલ્લાનું મુખ્યાલયથી લગભગ 30 કિમી દૂર આવેલ લેન્ડ્રી ગામમાં પંચાયતે પાણીના વ્યયને રોકવા માટે નોટિસ જાહેર કર્યું છે.

 

પંચાયતે આપેલા નોટિસ અનુસાર,`એક માટલું લાઓ અને પાણી લઇ જાઓ. જો એકથી વધારે માટલા લાવશો તો એક માટલાદીઠ 50 રૂપિયા દંડ ભરવો પડશે.’

Comments

comments

VOTING POLL