લ્યો બોલો ! આ દેશમાં જીવનસાથી મેળવવા શરૂ કરી ‘લવ ટ્રેઈન’

September 6, 2019 at 10:40 am


સામાન્યરીતે કુંવારા લોકો પોતાના સારા જીવનસાથીની પસંદગી માટે સંભવિત પ્રયત્નો કરતા હોય છે. ઘણા યુવાનો અને યુવતીઓ મંદિરના ચક્કર લગાવતા હોય છે, વ્રત કરતા હોય છે અને આજકાલ તો યુવક યુવતીઓ જીવનસાથીની પસંગી માટે અલગઅલગ સોશિયલ મીડિયા સાઈટ્સ પર પોતાનું એકાઉન્ટ બનાવી જીવનસાથીની પસંદગી કરતા હોય છે. પરંતુ આ દેશમાં હવે જીવનસાથીની પસંદગી માટે એક અલગ જ પ્રકારનો ટ્રેન્ડ ચાલુ થયો છે. ચીનમાં જીવનસાથીને લઈને એક રોચક ધટના સામે આવી છે. હકિકતે ચીનમાં કુવારાના લગ્ન માટે એક ખાસ ટ્રેન સેવાની શરૂઆત કરવામાં આવી છે. આ ટ્રેનને “લવ સ્પેશિયલ ટ્રેન”નું નામ આપવામાં આવ્યું છે. આ ટ્રેઈનની શરૂઆત ૧૦ ઓગષ્ટે કરવામાં આવી હતી જેમાં એક હજારથી વધુ કુંવારા યુવક-યુવતિઓએ એક સાથે પોતાના સાથીને મેળવવા માટે આ ટ્રેનમાં યાત્રા કરી હતી. આ ટ્રેઈન વિશે વધુમાં જણાવીએ તો આ “લવ ટ્રેન”ની સફર બે દિવસ અને એક રાતની હોય છે. આ ટ્રેનને દેશમાં કુંવારાઓ લોકોને પાર્ટનરની શોધમાં મદદ કરવા માટે લોન્ચ કરવામાં આવી છે. કારણકે, ચીનમાં કુંવારા લોકોની સંખ્યા ખુબ જ વધારે છે. ૧૯૭૦ના દશકમાં અપનાવવામાં આવેલી એક બાળકની નીતિના કારણે દેશની અંદર એક વિશાળ લિંગ અંતરની સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે. આ અંતરના કારણે ત્યાં લોકોને સારા જીવનસાથી શોધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તમને માનવામાં નહીં આવે પરંતુ ચીનમાં અંદાજે ૨૦ કરોડ લોકો કુંવારા છે. આ ટ્રેન ચીનના ચોંગકિંગ નોર્થથી કિયાનજિયાંગ સ્ટેશન સુધી ચાલે છે. આ ટ્રેનની લોકપ્રિયતાના કારણે હવે આ ટ્રેઈનને અઢવાડીયામાં બે વાર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Comments

comments