લ્યો બોલો…!: પતિએ છૂટાછેડા માટે 33 વર્ષ સુધી રાહ જોવી પડી

September 9, 2019 at 11:07 am


ધનજીભાઈ પરમાર(65)ને પોતાના નિષ્ફળ લગ્નજીવનથી મુક્ત થવામાં 1,2 કે 5 નહી પૂરા 33 વર્ષ લાગ્યા, લગભગ આખુ જીવન પૂરું થઈ ગયું ત્યારે કોર્ટે પહેલી પત્નીથી તેમના છૂટાછેડા મંજૂર કર્યા. જેથી તેમના બીજા લગ્નને 28 વર્ષ પછી કાયદેસરતા મળી. તેમાં પણ જ્યારે કોર્ટે પહેલા તેમની અરજીને ધ્યાને રાખીને છૂટાછેડા આપી દીધા કે પરમારે તરત જ બીજા લગ્ન કરી લીધા હતા. જેના કારણે ભારે ગુંચવાડાની સ્થિતિ ઉભી થઈ હતી.
આશરે ત્રણ દાયકા બાદ પરમારની પહેલી પત્ની ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવી અને આિત્મયતા દશાર્વતા કહ્યું કે પોતે હવે આ ડિવોર્સ કેસ આગળ લડવા નથી માગતી કારણ કે પોતે નથી ઇચ્છતી કે તેના પતિની બીજી પત્નીના ત્રણ બાળકો પર સમાજમાં એવું કલંક રહે કે તેમના માતા પિતાના લગ્ન તો ગેરકાયદેસર છે.

આ કેસમાં પરામારના પહેલા લગ્ન 1978માં Iદિરાબેન સાથે થયા હતા. જે બાદ 1983માં તેમને પુત્રનો જન્મ થયો પરંતુ વૈવાહિક કલહનું કારણ આપી પરમારે 1986માં શહેરની સિવિલ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. જ્યાં કોર્ટે એ પક્ષને સાંભળીને જ અરજી મંજૂર કરી છૂટાછેડા મંજૂર કર્યા હતા. આ છૂટાછેડા મળતા જ પરમારે એક જ મહિનાની અંદર રમિલાબેન સાથે લગ્ન કર્યા હતા.
પરમારને બીજા લગ્નથી 3 બાળકો થયા પરંતુ પરિવાર પર છૂટાછેડાની કાયદેસરતાનો આેછાયો કાયમ માટે લટકતી તલવારની જેમ રહ્યાે. કેમ કે સિવિલ કોર્ટે જ્યારે છૂટાછેડા મંજૂર કર્યા તેના 7 મહિના પછી Iદિરાબેન કોર્ટ પહાેંચ્યા અને કોર્ટના ચૂકાદા વિરુÙ અપીલ કરી હતી કે તેઆે પોતાના માવતરમાં રહી શકે તેમ નથી અને આ કારણે તેમને આ છૂટાછેડા મંજૂર નથી. અંતે કોર્ટે 1991માં પરમારના છૂટાછેડાને નામંજૂર કરતા તેના બીજા લગ્નની કાયદેસરતાને જોખમમાં મુકી દીધી હતી

કોર્ટના આદેશ વિરુÙ પરમાર તાત્કાલીક ગુજરાત હાઈકોર્ટ પહાેંચ્યા. જ્યાં તેમનો કેસ પેન્ડિંગ રહ્યાે અને તે પણ 28 વર્ષ સુધી. અંતે જ્યારે કેસની સુનાવણી શરુ થઈ ત્યારે કોર્ટે કહ્યું કે, આટલા વર્ષોમાં ઘણુબધુ બદલાઈ ગયું છે બંને પરિવાર ઘણા આગળ વધી ગયા છે અને પોતપોતાના જીવનમાં સ્થિર થયા છે કોર્ટે બંને પક્ષકારો સહમતીથી સમાધાન શોધવા માટે આગ્રહ કર્યો હતો.
પરમારના પ્રથમ પત્નીએ કોર્ટ સમક્ષ જણાવ્યા મુજબ તેઆે આગળ કેસ લડવા ન માગતા હોઈ પરંતુ તેમને મળવા પાત્ર હક્ક રકમ પરમારે ન આપી હોવાથી ગુજરાત હાઈકોર્ટે આખરે ગત સપ્તાહમાં આ કેસમાં સિવિલ કોર્ટનો ચુકાદો રદ કરીને પરમારના છૂટાછેડાને મંજૂરી આપી હતી સાથે Iદિરાબેનને કાયમી ધોરણે ખાધાખોરાકી પેટે રુ.17 લાખ ચૂકવવા આદેશ કર્યો હતો.

Comments

comments