લ્યો બોલો… યુપીમાં કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા સાથે છેડતી

June 13, 2018 at 11:42 am


એક ચોંકાવનારી ઘટનામાં ઉત્તરપ્રદેશમાં કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ છેડતીનો ભોગ બન્યા હતાં. ગુંડાઓ પર તવાઈ લાવવાની નેમ રાખનારા સીએમ યોગી આદિત્યનાથના શાસનમાં બનેલી આ ઘટનાથી ભારે ઉહાપોહ સર્જાયો છે. કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ સાથે છેડતીની આ ઘટના, તેઓ સોમવારે રાત્રે ઓરાઈથી મિઝર્મિુરાદ વચ્ચે કારમાં જઈ રહ્યા હતા ત્યારે બની હતી. મોડી રાત્રે માર્ગમાં નંબર પ્લેટ વિનાની એક કારે ઓરાઈ અને મિઝર્મિુરાદ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રીના કાફલાને સુરક્ષા દળોની ચેતવણી પછી પણ ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. એ કારમાં ત્રણ લોકો સવાર હતા. અનુપ્રિયા મિઝર્પિુરથી વારાણસી પરત આવી રહ્યા હતા. સુરક્ષાકર્મીઓની ચેતવણીને કારમાં બેઠેલા લોકોએ અવગણી હતી અને અનુપ્રિયા માટે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. આ ઉપરાંત સુરક્ષાકર્મીઓ સાથે પણ ત્રણેયે ગેરવર્તન કર્યુ હતું. .
અનુપ્રિયાએ ત્યારબાદ વારાણસી એસએસપી આર કે ભારદ્વાજને ફરિયાદ કરી હતી. ત્યારબાદ ત્રણેય શખ્સોની ધરપકડ કરાઈ હતી અને તેમની કાર જપ્ત કરી લેવાઈ હતી. .
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી બન્યા પછી નિધર્રિ કર્યો છે કે કોલેજ જનારી યુવતીઓની સુરક્ષા વધારવી અને છેડતીના બનાવો ડામી દેવા. આ માટે એન્ટિ-રોમિયો સ્ક્વોડ પણ બનાવાઈ છે. .

Comments

comments