વંથલીના ટીકર ગામે આધેડનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળ્યોઃ હત્યાનો ગુનો નાેંધાયો

October 12, 2018 at 12:18 pm


વંથલીના ટીકર ગામે એકલા રહેતા પટેલ આધેડની બોથડ પદાર્થના ઘા મારી ઘરમાં જ હત્યા કર્યા બાદ કોહવાયેલા મૃતદેહની ગંધ વછૂટતા સરપંચ સહિતના ગ્રામજનોને સાથે રાખી દરવાજો ખોલતા થયેલા મૃતદેહના બનાવમાં પોલીસે ભેદી હત્યામાં બનાવનું કારણ અને આરોપીઆેની ભાળ મેળવવા ચક્રાે ગતિમાન કર્યા છે.
આ અંગે વંથલી પોલીસમાં નાેંધાયેલા ગુના મુજબ વંથલી તાલુકાના ટીકર ગામે પ્લોટમાં રહેતા કાંતિભાઈ કેશવભાઈ ઉસદડિયા (ઉ.વ.56)એ ટીકર પોલીસમાં જાહેરાત કરી છે કે, ગામના પાદરમાં રહેતા ફરિયાદીના ભાઈ દિનેશ કેશવ ઉસદડિયાના ઘરમાંથી વાસ આવવા લાગતા સરપંચ સહિતના ગ્રામજનોને સાથે રાખી અંદરથી બંધ ડેલીનો દરવાજો ઠેકીને અંદર જતાં ફરિયાદીના ભાઈ દિનેશ કેશવભાઈ ઘરમાં પલંગ પર બોથડ પદાર્થના ઘાથી ગંભીર હાલતમાં લોહીલુહાણ હાલતમાં મૃત્યુ પામેલા મળ્યા હતા.
તા.11-10-18 બપોર પહેલાં કોઈ અજાÎયા શખસોએ દિનેશભાઈને અજાÎયા શખસોએ ઘરમાં જ મોતને ઘાટ ઉતાર્યાના બનાવમાં આ બનાવ બે-ત્રણ દિવસ પહેલાં બનેલ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. મરનારના પત્ની જૂનાગઢ નોકરી કરતાં હોય તેમજ દિનેશભાઈ ટીકર ગામે ઘર અને જમીન (ખેતી)ની દેખરેખ કરતાં હોય જેની આ નાેંધાયેલી ફરિયાદમાં વંથલી પીએસઆઈ જાડેજાએ મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી આ ભેદી હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે એફએસએલ, ફિ»ગરપ્રિન્ટ, ડોગ સ્કવોડની મદદ લઈ સાંયોગિક પુરાવા સાથે આજુબાજુમાં રહેતા પાડોશીઆે અને ગ્રામજનોના નિવેદન લઈ આ ભેદી હત્યાના બનાવનો ભેદ ઉકેલવા ચક્રાે ગતિમાન કર્યા છે.

Comments

comments

VOTING POLL