વંથલીમાં રેશ્મા પટેલ પર હુમલાનો પ્રયાસ

April 19, 2019 at 11:50 am


વંથલી (સોરઠ) ખાતે પ્રચારમાં આવેલા માણાવદર વિધાનસભા બેઠકના એનસીપી ઉમેદવાર રેશ્મા પટેલ પર આજે સવારે હુમલાનો પ્રયાસ થયો હોવાની ભારે ચર્ચા જાગી હતી.
પ્રા વિગતો મુજબ આજે સવારે રેશ્મા પટેલ વંથલીના પટેલ ચોકમાં પ્રચારમાં હતા તે દરમિયાન કોઈ શખસે તેમની ઉપર હુમલાનો પ્રયાસ કર્યેા હતો જેના કારણે રેશ્મા પટેલ સીધા પોલીસ સ્ટેશને દોડી ગયા હતા. જો કે, પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાય તે પહેલાં ત્યાંથી નીકળીને હોસ્પિટલે સારવારમાં જઉં છું તેમ કહીને ત્યાંથી નીકળી ગયા હતા. વિશેષ વિગતો મેળવાઈ રહી છે. હુમલાખોર કોણ છે, કોણ હતા તે બાબતે ચર્ચાઓ જાગી હતી

Comments

comments

VOTING POLL