વંભીપુરના મેલાણાગામે સગીરા પર દુષ્કર્મ આચરનાર શખ્સ ઝડપાયો

January 11, 2019 at 2:29 pm


વંભીપુર પોલીસે મુળ મધ્યપ્રદેશના શખ્સને રાજકોટના પડધરી ગામેથી ઝડપી લીધો

વંભીપુર તાલુકાના મેલાણા ગામની સીમમાં સગીરા પર દુષ્કર્મ આચરનારા પર પ્રાંતિય શખ્સને વંભીપુર પોલીસે ઝડપી લીધો હતો.
વંભીપુર પોલીસ સુત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બલેડી, તા.જોબરનો ધુલસિંહ ઉર્ફે ધુલીયા નરસિંહ ભીલ (ઉ.વ.20)એ વંભીપુર તાલુકાના મેલાણા ગામની સીમમાં સગીરાની એકલતાનો લાભ લઇ ધાક-ધમકી આપી દુષ્કર્મ ગુજારી નાસી છુટéાે હતો. આ અંગેની ફરિયાદ ભોગગ્રસ્ત સગીરા પરિવારજનો દ્વારા નાેંદાવાતા વંભપુર પોલીસે ધુલસિંહ ઉર્ફે ધુલીયા નરસિંહ ભીલ વિરૂધ્ધ ગુનો નાેંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

Comments

comments

VOTING POLL