વચગાળાના જામીન ઉપરથી નાશી છુટેલા આરોપીને પકડી પાડતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ

May 11, 2018 at 12:31 pm


Spread the love

જામનગરમાં વચગાળાના જામીન પરથી છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
એસપી પ્રદિપ શેજુળ અને એલસીબી પીઆઇ ડોડીયાની સુચના માર્ગદર્શન મુજબ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઆેને શોધી કાઢવા સુચના આપતા પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા આ અંગેની ઝુંબેશના ભાગરૂપે મળેલી બાતમીના આધારે જામનગરમાં વચગાળાના જામીન મેળવી ફરાર થયેલા આરોપી રામા કાના ચૌહાણ (રે. ગુલાબનગર) જે સીટી-એ ના આઇપીસી કલમ 376 વિગેરે મુજબ આરોપી હોય અને ભાયાવદર ખાતે હોવાની હકીકતના આધારે તપાસ કરીને બસ સ્ટેન્ડ ચોકમાંથી તેને પકડી લેવાયો હતો.
આ કામગીરી જામનગર પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ કે.સી.વાઘેલા, સ્ટાફના વનરાજસિંહ, ચંદ્રસિંહ, હંસરાજભાઇ, ધર્મેન્દ્રસિંહ, હિરેનભાઇ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.