વજુભાઈ પડમાં આવ્યાઃ અલ્ટીમેટમ આપતા હોબાળો

July 19, 2019 at 10:42 am


કણાર્ટકમાં કાેંગ્રેસ જેડીએસની સરકાર રહેશ અથવા જશે, તેના પર બધાની નજર રહેલી છે. આ વચ્ચે સત્તા હાંસલ કરવાનું નાટક રાજ્યમાં વધી રહ્યું છે. રાજયપાલ વજુભાઈ વાળાએ આજે બપોર સુધીમાં વિશ્વાસનો મત મેળવી લેવા અલ્ટીમેટમ આપ્યું છે અને તેની સામે કાેંગ્રેસે વાંધો પણ ઉઠાવ્યો છે. કાેંગ્રેસ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પણ જઈ શકે છે. બીજી તરફ ગૃહમાં ગઈરાત્રે ભાજપના ધારાસભ્યોએ ગાદલા-ગોદળાં પાથરીને સઈ ગયા હતાં. હવે આજે વિધાનસભામાં ખરાખરીનો ખેલ થશે. આ અગાઉ વિધાનસભા સ્પીકરે પહેલા વિશ્વાસમત હાંસલ કરવા માટે ગુરુવારનો દિવસ નક્કી કર્યો હતો. પરંતુ સાંજ થતા જ સદનને એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી. તેના પર ભાજપ ભડક્યું છે. તેમણે માગ કરી છે કે ફ્લાેર ટેસ્ટ ગુરુવારના જ કરવામાં આવે. રાજ્યપાલે સ્પીકરને કહ્યું હતું કે, તેઆે ગુરુવારના જ વિશ્વાસમત હાંસલ કરવા પર વિચાર કરે. પરંતુ સ્પીકરે સદન એક દિવસ સ્થગિત કરવા કહ્યું.

કણાર્ટકમાં વધાત રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ વજૂભાઇ વાળાએ હવે મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને પત્ર લખી કહ્યું છે કે, તેઆે આજે બપોરે 1.30 વાગ્યે તેમની બહુમત સાબિત કરે. તેના પર રાજ્યપાલે વિધાનસભા સ્પીકરથી આગ્રહ કર્યો હતો કે તેઆે ગુરુવારે જ ફ્લાેર ટેસ્ટ પર વિચાર કરે. પરંતુ સ્પીકરે સદન એક દિવસ માટે સ્થગિત કરી હતી.
ત્યારબાદ ભાજપે તેમના ધારાસભ્યો સાથે વિધાનસભામાં જ ઘરણા આપવાના શરુ કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ તેમના તમામ સાથી ધારાસભ્યોની સાથે ફ્લાેર પર સુતા જોવા મળ્યા હતા. ભાજપના ધારાસભ્યોએ તેમના ધરણા વિધાનસભામાં શરુ પણ કર્યા છે. ભાજપ ધારાસભ્યો અને વિપક્ષના નેતા બીએશ યેદિયુરપ્પાએ કાેંગ્રેસ ધારાસભ્ય ડીકે શિવકુમાર અને એચએસ પાટિલે વાત કરી છે. જો કે, આ મુલાકાત બાદ કોઇ પરિણામ સામે આવ્યું નથી. કણાર્ટક ભાજપના ધારાસભ્ય વિધાનસભામાં જ સુઇ ગયા હતા.

ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યું, અમારી માગ માત્ર એટલી જ છે કે આજે જ ફ્લાેર ટેસ્ટ કરાવવામાં આવે. પરંતુ મુખ્યમંત્રી તેના માટે તૈયાર નથી. આ સદન અને લોકોનો વિશ્વાસ ગુમાવી ચુક્યા છે. તેમની પાસે માત્ર 98 ધારાસભ્ય છે અમારી પાસે 105 સભ્યો છે. ખરેખર નંબર ગેમના કારણે કાેંગ્રેસ અને જેડીએસની સરકાર ઇચ્છે છે કે, ગુરુવારના સદનમાં ફ્લાેર ટેસ્ટ ના થાય. ત્યાં જ ભાજપે સ્પષ્ટ કર્યું છે કે સદનમાં વિશ્વાસમત આજે જ હાંસલ કરવો જોઇએ. તેના માટે ભાજપ ધારાસભ્યોએ રાજ્યપાલ વજુભાઇ વાળા સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ રાજ્યપાલે સ્પીકરને કહ્યું કે તેઆે આજે વિશ્વાસમત પર વિચાર કરે.

તેના પર કાેંગ્રેસ ધારાસભ્યોએ ફરીથી વિધાનસભામાં હંગામો શરુ કર્યો છે. તેમણે હાથમાં પ્લે કાર્ડ લઇને વિરોધ પ્રદર્શન શરુ કર્યો છે. કાેંગ્રેસનું કહેવું છે કે, ભાજપે તેમના ધારાસભ્યોનું અપહરણ કર્યું છે. ત્યારે મુંબઇમાં ભરતી કાેંગ્રેસ ધારાસભ્ય શ્રીમંત પાટલિની તરવીરો પણ લહેરાવતા જોવા મળ્યા.
બીજી તરફ કાેંગ્રેસ ધારાસભ્ય એચ.કે પાટિલે સદનમાં કહ્યું કે, રાજ્યપાલની સલાહ અંગે કહ્યું કે, રાજ્યપાલ સદનની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરી શકે નહી. સદનની કાર્યવાહી સંવિધાન અનુસાર ચાલશે. હું રાજ્યપાલને કહેવા માંગુ છું કે તેઆે સદનની કાર્યવાહીમાં હસ્તક્ષેપ ન કરે.

Comments

comments