વડાપ્રધાને અંતે મગનું નામ મરી પાડ્યું

January 3, 2019 at 9:43 am


2019ના વર્ષના પ્રથમ દિવસે જ વડાપ્રધાન મોદીએ ન્યુઝ એજન્સીને ઇન્ટરવ્યૂ આપીને પોતાના અને પક્ષના તથા સરકારના વિચારો સ્પષ્ટ કરી દીધા છે. આ ઇન્ટરવ્યૂમાં તેમણે ભારતીય સૈન્યની સર્જિકલ સ્ટ્રાઇકથી લઈને નોટબંધી અને રામ મંદિર વિવાદ, ટિ²પલ તલાકથી લઈને સબરીમાલા વિવાદ વિશે વાત કરી હતી. 95 મિનિટના ઇન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદી કાેંગ્રેસ પાર્ટી પર પણ પ્રહાર કરવાનું ચુક્યા ન હતા. તાજેતરમાં કાેંગ્રેસે ત્રણ રાજ્યમાં ચૂંટણી જીત્યા બાદ ખેડૂતોના દેવા માફીની જાહેરાત પર મોદીએ ટિપ્પણી કરી હતી

રામમંદિરનો મુદ્દાે લોકમાનસ પર છવાયેલો છે એ વાત પણ મોદી જાણે જ છે એટલે જ તેમણે રામમંદિરને મુદ્દે વટહુકમ લાવવાનો નિર્ણય કાનૂની પ્રqક્રયા પૂરી થયા પછી જ લેવાશે.તેવું જાહેર કરી દીધું છે. કાેંગ્રેસના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં અવરોધો ઊભા કર્યા એને કારણે કાનૂની પ્રqક્રયા ધીમી પડી ગઈ એ વાત પણ મોદીએ યાદ અપાવી દીધી.ટિ²પલ તલાક અંગેનો વટહુકમ પણ સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી જ બહાર પાડવામાં આવ્યો હતો. એટલે રામમંદિરની બાબતમાં કોર્ટના નિર્ણય પછી જ વટહુકમ લાવવાનો વિચાર કરવાનો મોદીના તર્કમાં વજૂદ છે.

દેશની સામાન્યમાં સામાન્ય પિબ્લકના મનમાંથી હજી નોટબંધી નીકળી નથી એનો મોદીને ખ્યાલ છે, એટલે જ તેમણે નોટબંધીનો ફરી એકવાર બચાવ કર્યો.મને ખબર છે કે લોકોને માટે એ મોટો ઝટકો હતો, પણ મેં લોકોને અગાઉથી ચેતવી દીધેલા કે કાળું ધન હોય તો ડિપોઝિટ કરો. પેનલ્ટી ચૂકવીને પણ મોકળા થઈ જાવ, પરંતુ ખાસ કરીને કાળા નાણાંના ઢગલા પર બેઠેલા લોકોને લાગ્યું કે મોદી પણ અન્ય નેતાઆે જેવી જ વાતો કરે છે.

મજબૂત મનોબળ ધરાવતા મોદી ધાર્યું કરવા માટે જાણીતા છે. તેઆે નુકસાની કરીને પણ પોતાની જીદ પૂરી કરશે. પાકિસ્તાન હોય કે રાજકીય વિરોધીઆે તેમને સીધાદોર કરવાની એમનામાં તાકાત છે. એટલે જ મોદીમાં મોટાભાગના લોકોને હજી વિશ્વાસ છે.

Comments

comments

VOTING POLL