વડાપ્રધાન આજથી સ્વિડન-બ્રિટનના પ્રવાસે: લંડનમાં અભૂતપૂર્વ સ્વાગતની ચાલતી તડામાર તૈયારી

April 16, 2018 at 11:55 am


ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બ્રિટનની ચાર દિવસના પ્રવાસે આવી પહોંચશે. તેમનું અહીં અભૂતપૂર્વ સ્વાગત કરવા તડામાર તૈયારી ચાલી રહી છે. તેઓ આજે ભારતથી રવાના થઈ પહેલા સ્વિડન જશે અને સ્ટોકહોમથી સીધા કાલે લંડન પહોંચશે.
નરેન્દ્ર મોદી અહીં રાષ્ટ્રકુળના સભ્ય દેશોની સરકારના વડાની બેઠકમાં ભાગ લેવાના છે. આ ઉપરાંત, મોદી અને બ્રિટિશ વડાં પ્રધાન ટેરેસા મે વચ્ચે દ્વિપક્ષી મંત્રણા યોજાશે.
મોદી મંગળવારે રાતે સ્વીડનથી યુનાઇટેડ કિંગ્ડમ આવી પહોંચશે. મોદી સહિત રાષ્ટ્રકુળના સભ્ય દેશોની સરકારોના માત્ર ત્રણ નેતાને જ બુધવારે સાંજે રાણી એલિઝાબેથ બીજાની સાથે બેસવાનું ખાસ આમંત્રણ અપાયું છે.
નરેન્દ્ર મોદીના માનમાં પ્રિન્સ ચાર્લ્સે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને તે દરમિયાન બ્રિટિશ સામ્રાજ્યના વારસ (પ્રિન્સ ચાર્લ્સ) મોદીને તાતા મોટર્સના સૌપ્રથમ ઇલેક્ટ્રિક જગ્વારમાં બેસાડીને લઇ જશે. આ કાર્યક્રમ ભારત – યુનાઇટેડ કિંગ્ડમના ટેક્નિકલ સહકાર વધારવાના ભાગરૂપે રખાયો છે.
ભારતના વડા પ્રધાનના સ્વાગત માટેની તૈયારીમાં ભાગ લઇ રહેલા એક અગ્રણી અધિકારીએ જણાવ્યું હતું કે મોદીનું અહીં થનારું સ્વાગત ઘણી દૃષ્ટિએ અભૂતપૂર્વ ગણી શકાય. તે ભારત અને બ્રિટનના દૃઢ દ્વિપક્ષી સંબંધ દશર્વિે છે.
મોદી બ્રિટિશ વડાં પ્રધાન ટેરેસા મે સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતેના નિવાસસ્થાને બુધવારે સવારે મંત્રણા યોજશે. આ દ્વિપક્ષી મંત્રણામાં સીમા પારથી ફેલાવાતા ત્રાસવાદ, ભાગલાવાદ, વિઝા, ઇમિગ્રેશન જેવા મુદ્દા મહત્ત્વના રહેવાની શક્યતા છે.
ગેરકાયદે વસાહતીઓને પાછા લેવા માટે ભારત અને બ્રિટન વચ્ચે થયેલા કરાર 2014માં પૂરા થયા હોવાથી તેને રિન્યૂ કરાશે. મોદી લંડનમાંના વિજ્ઞાનના સંગ્રહાલયની મુલાકાત લેશે અને ભારતીય મૂળના લોકો, ખાસ કરીને વિજ્ઞાનીઓ સાથે ચચર્િ કરશે.
ભારતની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ અને યુકેની કોલેજ ઑફ મેડિસિન વચ્ચે થયેલા સમજૂતી કરારના ભાગરૂપે મોદી અહીં નવા આયુર્વેદિક કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કરશે.

Comments

comments

VOTING POLL