વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રાહુલની પીછેહઠ : ટીએમસી ખુશ

July 25, 2018 at 8:37 pm


કાેંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પીછેહઠ કરતા આને લઇને આજે રાજકીય વતુૅળોમાં ચર્ચા જોવા મળી હતી. જુદા જુદા પક્ષોએ પાેતપાેતાનીરીતે પ્રતિક્રિયા આપી હતી. ટીએમસી દ્વારા કાેંગ્રેસના આ વલણનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યાાે નથી. ત્યારે આને લઇને ગણતરીનાે દોર શરૂ થયો છે. વિપક્ષી દળોની એકમાત્ર યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારને હટાવવાનું છે. આજ કારણસર કાેંગ્રેસે વડાપ્રધાન પદ પર પાેતાના દરવાજા ખુલ્લા રાખ્યા છે. પાટીૅ સુત્રોનું કહેવું છે કે, પાેતાના અધ્યક્ષ રાહુલ ગાંધીને સ્થાને અન્ય કોઇ પાટીૅના નેતાને પણ વડાપ્રધાન બનાવવાને લઇને કાેંગ્રેસના વિકલ્પાે ખુલ્લા છે. પાટીૅના આ વલણને લઇને અન્ય પક્ષો તરફથી પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઇ ચુકી છે. કાેંગ્રેસનું કહેવું છે કે, કોઇપણ વડાપ્રધાન તેમને સ્વીકાર્ય હોઈ શકે છે. રા»ટ્રીય સ્વયંસેવક સંઘ, ભાજપના સંબંધ તેની સાથે હોવા જોઇએ નહીં. કાેંગ્રેસના આ વલણનું ટીએમસી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. કાેંગ્રેસ સાથે જે પાટીૅઆે હાથ મિલાવવા ઇચ્છુક છે તેમાં વડાપ્રધાન પદના ઇચ્છુક લીડરો પાેતાની મહત્વકાંક્ષાને છુપાવવાની સ્થિતિમાં નથી. મમતા બેનજીૅ, માયાવતી અને અન્ય પાટીૅના નેતાઆે પણ રાહુલ ગાંધીને સ્વીકારવા માટે તૈયાર દેખાઈ રહ્યાા નથી. પશ્ચિમ બંગાળમાં કાેંગ્રેસના સાંસદ અધિરરંજન ચૌધરીએ પ્રશ્નો ઉઠાવતા કહ્યું છે કે, તૃણમુલ કાેંગ્રેસ તથા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનજીૅ રાજ્યમાં કાેંગ્રેસને ખતમ કરવાના કામમાં લાગેલી છે. કાેંગ્રેસ તેમને વડાપ્રધાન બનાવવા જાય તે યોગ્ય નથી પરંતુ ટીએમસીના નેતા દિનેશ ત્રિવેદીએ કહ્યું છે કે, લોકશાહીમાં પ્રજા નક્કી કરશે કે દેશના વડાપ્રધાન કોણ બનશે. તૃણમુલ કોેંગ્રેસના સાંસદ સુખેન્દુરોય ચૌધરીએ વડાપ્રધાન પદની ઉમેદવારી પર કાેંગ્રેસના હળવા વલણનું સ્વાગત કર્યું છે. કણાૅટક વિધાનસભાની ચૂંટણી બાદથી આક્ષેપપ્રતિઆક્ષેપાેનાે દોર ચાલી રહ્યાાે છે.
તૃણમુલ કાેંગ્રેસના સાંસદ તરફથી પ્રતિક્રિયા જે રીતે આવી છે તે જોતા સાૈથી વધારે વાંધો તૃણમુલ કાેંગ્રેસને જ હતાે. કણાૅટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચાર વેળા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો તેમની પાટીૅ 2019ની સામાન્ય ચૂંટણીમાં સાૈથી મોટી પાટીૅ તરીકે ઉભરીને આવશે તાે વડાપ્રધાનના દાવેદાર રહેશે. રાહુલે એમ પણ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યાા નથી. મોદીના ચહેરા પર આ વાસ્તવિકતા તેઆે જોઇ ચુક્યા છે. વડાપ્રધાન તરીકે પ્રાેજેક્ટ કર્યાના બે દિવસ બાદ જ આજે કહ્યું હતું કે, વિરોધ પક્ષો વચ્ચે સહમતિ બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવશે. કાેંગ્રેસે મંગળવારના દિવસે સંકેત આÃયો હતાે કે, વિરોધ પક્ષોની વચ્ચે વડાપ્રધાન પદના ઉમેદવારને લઇને સહમતિ બને તેવા પ્રયાસ હવે હાથ ધરવામાં આવશે. રાહુલ ગાંધીના નામ ઉપર વિરોધ પક્ષોમાં સહમતિ બની રહી નથી. આવી સ્થિતિમાં પાટીૅ કોઇ બિનકાેંગ્રેસી નેતાને પણ આ પદ ઉપર સ્વીકાર કરી શકે છે. કાેંગ્રેસ અધ્યક્ષ પાસેથી એવી આશા હતી કે, તેઆે ભાજપ વિરોધી ગઠબંધનના શિલ્પી તરીકે ઉભરી આવશે. સુત્રોનું કહેવું છે કે, ટોપલીડરશીપ માને છે કે, પાટીૅને વિપક્ષી દળો સાથે વાતચીત આગળ વધારવા માટે ખુલ્લા મનથી વિચારણા કરવાની જરૂર છે. પાટીૅનું મુખ્ય ધ્યાન મોદીના નેતૃત્વમાં સરકારને બહારનાે રસ્તાે દેખાડવાનાે છે.

Comments

comments