વડાપ્રધાન પદે મોદી તો મુખ્યમંત્રી પદે રૂપાણી લોકોની પહેલી પસંદઃ સવેર્

January 19, 2019 at 5:18 pm


ગુજરાતમાં મુખ્યમંત્રી પદ માટે વિજય રુપાણી રાજ્યના મતદાતાઆેની પહેલી પસંદ છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિયતાના મામલે પોતાના ગૃહ રાજ્યમાં રાહુલ ગાંધીની સરખામણીએ ખુબ જ આગળ છે. તો દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વંભભાઈ પટેલના સમ્માનમાં ગુજરાતમાં નર્મદા નદીના કિનારે સાધૂ બેટમાં બનાવવામાં આવેલુ વિશ્વની સૌથી ઉંચી મૂતિર્ સ્ટેચ્યૂ આેફ યુનિટી મોટા ભાગના મતદાતાઆે રાજ્ય માટે ગૌરવનો વિષય ગણે છે.
45 ટકા લોકોએ સ્ટેચ્યૂ આેફ યૂનિટીને રાજ્ય માટે ગૌરવનો વિય ગÎયો છે. તો 37 ટકા મતદાતાઆેના મતે સ્ટેચ્યૂ આેફ યૂનિતીનું નિમાર્ણ પર્યટનના વિકાસ માટે મહત્વનું પગલું છે. જ્યારે 16 ટકા લોકોએ મૂતિર્ના નિમાર્ણને નકામો ખર્ચ ગણાવ્યો હતો. જ્યારે 2 ટકા લોકોનું આ મામલે કોઈ જ સ્પષ્ટ વલણ નથી. એક્સિસ માઈ ઈન્ડિયા દ્વારા એક જાણીતી મીડિયા ગ્રુપ દ્વારા હાથ ધરવવામાં આવેલા પોલિટિકલ સ્ટોક એક્ચેંજ નામના સર્વેમાં આ બાબતો સામે આવી છે. સર્વેમાં જાણવા મળ્યા પ્રમાણે વિજય રુપાણી સરકારના કામકાજથી 46 ટકા મતદાતાઆે સંતોષ વ્યક્ત કર્યો હતો. સપ્ટેમ્બર-આેક્ટોમ્બર 2018માં હાથ ધરવામાં આવેલા સર્વેમાં આ આંકડો 43% હતો. સર્વેમાં રાજ્ય સરકારના કામકાજથી 26 ટકા મતદાતાઆેએ પોતાને સંતુષ્ઠ ગણાવ્યા છે. ત્રણ મહિના પહેલા રુપાણી સરકારના કામકાજથ્હી 27 ટકા લોકો સંતુષ્ઠ જણાતા હતાં. જ્યાં સુધી કેન્દ્રમાં ભાજપની સરકારના કામકાજનો પ્રશ્ન છે તો માં 56% મતદાતાઆેએ પોતાની જાતને સંતુષ્ઠ ગણાવ્યા છે. ત્રણ મહિના પહેલા સર્વેમાં આ આંકડો 52 ટકા હતો. કેન્દ્રમાં મોદી સરકારના કામકાજથી આ સર્વેમાં 17 ટકા લોકો અસંતુષ્ઠ છે. ત્રણ મહિના પહેલા સર્વેમાં આ આંકડો 22 ટકા હતો.
સર્વેમાં વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદી કાેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કરતા ઘણા આગળ છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં 62 ટકા લોકોએ વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીને પહેલી પસંદ ગણાવ્યા છે. સપ્ટેમ્બર-આેક્ટોમ્બરમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં 61 ટકા મતદાતાઆેએ વડાપ્રધાન માટે નરેન્દ્ર મોદીને પહેલી પસંદ ગણાવ્યા હતાં. જ્યારે જાન્યુઆરીમાં હાથ ધરવામાં આવેલા સર્વેમાં 28 ટકા મતદાતાઆેએ રાહુલ ગાંધીને પહેલી પસંદ ગણાવ્યા હતાં. અગાઉ ત્રણ મહિના પહેલા હાથ ધરવામાં આવેલા સર્વેમાં પણ આટલા ટકા લોકોએ જ રાહુલ ગાંધીને લઈને સમર્થન કર્યું હતું.
આગામી લોકસભાની ચૂંટણીમાં કયા કયા મુદ્દા સૌથી મહત્વના રહેશેં સર્વેમાં આ પ્રશ્નના જવાબમાં 30 ટકા ભાગીદારોએ રોજગારને સૌથી મહત્વનો મુદ્દાે ગણાવ્યો. 21 ટકા મતદાતાઆેના મતે માેંઘવારી તો 21 ટકા લોકોના મત પ્રમાણે ભ્રષ્ટાચાર સૌથી મહત્વનો મુદ્દાે છે. 15 ટકા ભાગીદારોને ખેડૂતો સાથે જોડાયેલી સમસ્તયાઆે મહત્વનો મુદ્દાે છે. 10 ટકા સહભાગીઆે પીવાના પાણીની તંગીને મહત્વનો મુદ્દાે ગણે છે. સર્વેમાં ખેડૂતોને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતોની સ્થિતિમાં સુધાર થયો છે તો 47 ટકા ભાગીદારોએ હા માં જવાબ આપ્યો હતો. તો 20 ટકાએ ના માં જવાબ આપ્યો હતો. 24 ટકા મતદાતાઆેના જણાવ્યા પ્રમાણે ખેડૂતોની સ્થિતિ પહેલા જેવી હતી આજે પણ તેવી જ છે.

Comments

comments

VOTING POLL