વડાપ્રધાન મોદી કાલે પાટણમાં સભા સંબોધશે: તડામાર તૈયારી

April 20, 2019 at 10:38 am


લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં તારીખ 23મી એપ્રિલે ગુજરાતની 26 બેઠકો માટે યોજાનારી ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટણ ખાતે એક જાહેર સભા ને સંબોધિત કરશે. ઉત્તર ગુજરાતની પાટણ મહેસાણા અને બનાસકાંઠા બેઠકને આવરી લેતી પાટણની જાહેર સભામાં વડાપ્રધાન મતદારોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી કોંગ્રેસ પર પ્રચંડ પ્રહાર કરશે કેવા સંકેતો મળી રહ્યા છે.

લોકસભાને બીજા તબક્કાની ચૂંટણી પ્રચારનો આવતીકાલે અંતિમ દિવસ હોવાથી સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જશે માટે વડાપ્રધાન મોદી સવારે સવારે 9 વાગે પાટણની સભાને સંબોધવા આવી પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના મતદાર હોવાથી તેઓ તારીખ 23મી એપ્રિલના રોજ મતદાન કરવા અમદાવાદ આવશે અને ચૂંટણીના અંતિમ દિવસની સ્થિતિનો ક્યાસ પણ કાઢશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ના શાણા અને સમજુ મતદારો લોકસભાની ચૂંટણીમાં મતદાન કરતા પહેલા મોદી સરકારની પાંચ વર્ષની કામગીરીના લેખાજોખા કરી રહી છે. મોદીના નેતૃત્વવાળી એન ડી એ ની સરકાર અને કોંગ્રેસની અગાઉની યુપીએની સરકારની પણ સરખામણી કરી રહી છે. નોટ બંધી અને જીએસટી ના કારણે પ્રજા અને વેપારીઓને જે હાડમારી ભોગવવી પડી હતી તેનો દર્દ હજુ પણ પ્રજા અનુભવી રહી છે. ગુજરાતમાં એક તરફ પાટીદારો ની નારાજગી ઓછાવત્તા અંશે દૂર થઈ છે તેમ છતાં હજુ પણ પાટીદાર આંદોલનકારીઓ સરકાર સામે છાશવારે ડોળા કાઢી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે ખેડૂતો પણ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, બેરોજગારીના મુદ્દો ભાજપ સરકારને શૂળની જેમ ભોકાઈ રહ્યો છે. ડોલર સામે રૂપિયો શીષર્સિન કરી રહ્યો છે. સમાજ ને અસંતુલિત કરતા ગરીબ અને અમીરો ની સંખ્યા જેટ ગતિએ વધી રહી છે, વડાપ્રધાનના અનેક દવાઓ છતાં કૌભાંડીઓ દેશ છોડીને ભાગી રહ્યા છે ત્યારે આ વિષમ પરિસ્થિતિમાં આવી પડેલી લોકસભાની ચૂંટણી માં ભાજપ સરકારના તારણહાર તરીકે બાલાકોટ આતંકી શિબિર પર કરાયેલો હવાઈ હુમલો ભાજપ્ને નૈયાને કિનારે પહોંચાડશે તેવો વિશ્વાસ પણ ભાજપ્ના વ્યક્ત કરી રહ્યા છે.

આતંકીઓની હરકતથી ત્રાહિમામ થઈ ચૂકેલા ભારતે હવે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે સહેજ પણ નમતું નહીં ચૂકવાનો નિધર્રિ કર્યો છે ત્યારે પ્રજાનું પ્રચંડ સમર્થન મોદી સરકારને મળી રહ્યું છે જે લોકસભાની ચૂંટણી જીતવા ની જડીબુટ્ટી સાબિત થશે તેવો દાવો પણ થઈ રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પક્ષે પણ મોદી સરકારનો કોલર પકડી પાંચ વર્ષમાં પૂરા નહીં થયેલા કામોની અને ભાજપે આપેલા ખોટા વચનો ની પ્રસ્તુતિ પણ દેશની જનતા સમક્ષ રજૂ કરી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી બરાબર બાંયો ચડાવીને મોદીને આખા દેશમાં પડકાર ફેંકી રહ્યા છે. ભાજપ્ની વિચારધારા દેશ અને સમાજને વિભાજિત કરનારી છે, તેમ જણાવી રાહુલ ગાંધી આક્રમક પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના વર્તુળો પણ એવું માને છે કે આ ચૂંટણીમાં મોદી સરકારે આપેલા ખોટા વચનોથી છેતરાયા હોવાનો મતદારોને એહસાસ થતા તેનો લાભ કોંગ્રેસને મળશે. એટલું જ નહીં પરંતુ ગરીબ ના ખાતામાં દર વર્ષે 72 હજાર રૂપિયા જમા કરાવવાનું કોંગ્રેસનું વચન કોંગ્રેસની તરફેણમાં મતોનો ખડકલો કરી દેશે. કોંગ્રેસના ખાટલે મોટી ખોડ એવી છે કે લોકસભામાં બહુમતી માટે જેટલી બેઠકો જોઈએ તેટલી બેઠકો પર પણ કોંગ્રેસ ચૂંટણી લડી રહી નથી..!!
આ પરિપેક્ષમાં કયા પક્ષ ઉપર વિશ્વાસ મૂકી સત્તાની બાગડોર સૂકવી તેનો નિર્ણય લેવા માટે ગુજરાતના મતદારો પાસે હવે માત્ર ત્રણ દિવસનો જ સમય બાકી રહ્યો છે. તારીખ 23મી એપ્રિલ થનારા મતદાનના દિવસે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રાજકીય દિગ્ગજોના ભાવિ ઇવીએમમાં સીલ કરી દેશે.

Comments

comments