વડાપ્રધાન મોદી ટ્રમ્પ સાથે ડિનર કરવા માંગતા હતાં: પુસ્તકમાં ચોંકાવનારો દાવો

September 12, 2018 at 10:52 am


પ્રખ્યાત અમેરિકન પત્રકાર બોબ વુડવર્ડના નવા પુસ્તક ફિયર: ટ્રમ્પ ઇન ધ વ્હાઇટ હાઉસમાં કેટલીય એવી વાતોને ઉજાગર કરાઇ છે જેને લઇ વિવાદ ચાલુ છે. આ પુસ્તકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ્ની દોસ્તી અંગે કહેવામાં આવ્યું છે. પુસ્તકના મતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના મિત્ર તરીકે વર્ણવ્યા છે તો બીજીબાજુ અફઘાનિસ્તાનથી અમેરિકાને કંઇ મળ્યું નથી. આ સિવાય પણ મોદી-ટ્રમ્પ સાથે જોડાયેલી ઘણી બધી વાતોનો ઉલ્લેખ કર્યો છે.
વુડવર્ડે પોતાના પુસ્તક : ઙ્કઋયફિ: ઝિીળા શક્ષ વિંય ઠવશયિં ઇંજ્ઞીતયઙ્ખ માં ટ્રમ્પ્ના હવાલે કહ્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારા એક મિત્ર છે, તેમણે ટ્રમ્પ કહ્યું, હું તેમને ખૂબ પસંદ કરું છું. જો કે આ પુસ્તકને લઇ કેટલાંય વિવાદો પણ ઉભા થયા હતા કારણ કે આ પુસ્તકમાં કહ્યું છે કે તેમાં ટ્રમ્પ્ને અરાજક, અસ્થિર તરીકે ચિતયર્િ હતા. વ્હાઇટ હાઉસની તરફથી આ પુસ્તકને સંપૂર્ણપણે કાલ્પનિક ગણાવી છે.
વુડવર્ડના મતે ટ્રમ્પે ગયા વર્ષે 19 જુલાઇના રોજ વ્હાઇટ હાઉસમાં એક સિચુએશન રૂમ બેઠક દરમ્યાન આ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેના અંદાજે ત્રણ સપ્તાહ પહેલાં 26 જૂનના રોજ વ્હાઇટ હાઉસમાં મોદીની સાથે ટ્રમ્પ્ની એક સફળ બેઠક થઇ હતી.
આ પુસ્તકમાં એક બીજા કિસ્સાનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું છે કે ભારતના વડાપ્રધાન અમેરિકન રાષ્ટ્રપતિની સાથે ડિનર પર જવા માંગતા હતા. પરંતુ ટ્રમ્પે આ આઇડિયાને ઠુકરાવી દીધો હતો. મોદી ઇચ્છતા હતા કે ટ્રમ્પ અને તેઓ કેમ્પ ડેવિડમાં જઇ ડિનર કરે અને બંને વચ્ચે તાલમેલ બનાવા માંગતા હતા. આપ્ને જણાવી દઇએ કે કેમ્પ ડેવિડ એક સુંદર રિસોર્ટ છે જ્યાં અમેરિકન રાષ્ટ્રપતિ એકાંતવાસમાં રહે છે અને કેટલાંય ખાસ વિદેશી મહેમાનોની સાથે પણ મુલાકાત કરે છે.

Comments

comments