હાર્દિક પટેલને સભાના મંચ પર લાફો ઝીંકાયો

April 19, 2019 at 11:15 am


ચૂંટણીના પ્રચાર દરમિયાન નેતાઓને લોકોના રોષનો ભોગ બનવું પડી રહેતું હોય છે તે વાત હવે સામાન્ય બની ગઈ છે. ગઈકાલે ભાજપના નેતા નરસિમ્હા રાવ ઉપર ચાલું પત્રકાર પરિષદ દરમિયાન બૂટ ઘા કરાયા બાદ આજે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને ચાલું સભા દરમિયાન સ્ટેજ પર ધસી આવી

 

સુરેન્દ્રનગર : બલદાણામાં હાર્દિક પટેલની સભામાં હોબાળો,

સુરેન્દ્રનગર : બલદાણામાં હાર્દિક પટેલની સભામાં હોબાળો, ચાલુ સભામાં અજાણ્યા યુવકે હાર્દિકને માર્યો લાફો #aajkaal #aajkaalnews #aajkaaldaily

Posted by Aajkaaldaily.com on Friday, April 19, 2019

 

ફડાકો ઝીંકી દેતાં મામલો બિચકયો હતો. આ પછી સભામાં હાજર લોકોએ ફડાકો ઝીંકનાર શખસને પકડી ઢોર માર માર્યેા હતો. કોંગ્રેસે જેને સ્ટાર પ્રચારક બનાવ્યો છે તે હાર્દિક પટેલ આજે વઢવાણના બલદાણામાં કોંગ્રેસના સમર્થનમાં એક જાહેરસભાને સંબોધન કરતો હતો. આ સભા ચાલું હતું અને હાર્દિક બોલી રહ્યો હતો ત્યારે સ્ટેજ પર ડાબી બાજુથી ધસી આવી એક દાઢીધારી શખસે હાર્દિકને અચાનક તસમસતો લાફો મારી દેતાં હાર્દિક પણ સુન્ન થઈ ગયો હતો. ઘટનાની બીજી જ સેકન્ડમાં સભામાં હાજર લોકો ઉભા થઈ ગયા હતા અને લાફો મારનાર શખસને પકડી પાડયો હતો. આ પછી મહિલાઓ અને પુષોના ટોળાએ મળીને તે શખસને ઢોર માર માર્યેા હતો. આ પછી ત્યાં બંદોબસ્તમાં રહેલી પોલીસે મામલાને શાંત પાડવાનો પ્રયત્ન કર્યેા હતો પરંતુ લોકોનો રોષ જોરદાર હોય વધુ પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે માર મારી રહેલા લોકોને છૂટા પાડયા હતા અને લાફો મારનાર શખસની અટકાયત કરી હતી.
હાર્દિક પટેલ આજે સુરેન્દ્ર નગરના વઢવાણમાં જાહેર સભાને સંબોધી રહ્યો હતો. ત્યારે અચાનક એક યુવક સ્ટેજ પર ધસી આવ્યો હતો, અને હાર્દિક પટેલના જમણા ગાલ પર તમાચો માર્યેા હતો. આ ઘટનાથી હાર્દિક પટેલ પહેલા તો એકદમ ડઘાઈ ગયો હતો, પણ બાદમાં બધાએ યુવકને પકડી લીધો હતો. આ બાદ યુવક અને લોકો વચ્ચે મારામારી પણ થઈ હતી. ઘટના બાદ સભામાં હાજર કોંગ્રેસના કાર્યકર્તાઓ તેને સાઈડ પર લઈ ગયા હતા. આ યુવકને સભામાં પાછળ લઈ જઈને ઢોર માર મરાયો હતો. યુવકને એટલી હદે માર મરાયો હતો કે, તેના કપડા પણ ફાટી ગયા હતા, અને તે ન અવસ્થામાં આવી ગયો હતો. તેને ન અવસ્થામાં જ પોલીસની ગાડીમા બેસાડાયો હતો.
આ ઘટના બાદ કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, આ બધુ ભાજપના ઈશારે થયું છે. ભાજપના ઈશારે કોંગ્રેસ પર હત્પમલો કરાયો છે. ત્યારે હાર્દિક પટેલને લાફો મારનાર યુવકનું નામ પણ સામે આવ્યુ છે. કડીના જેસલપુરના રહેવાસી યુવક તણ મિક્રીએ હાર્દિક પટેલને તમાચો માર્યેા છે.
હાર્દિક યારે સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક શખ્સ સ્ટેજ પર ચડી ગયો હતો અને હાર્દિકને લાફો માર્યેા હતો. અચાનક જ લાફાવાળી થતાં હાર્દિક હેબતાઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિકોએ હાર્દિકને લાફો મારનારની બેફામ ધોલાઈ કરી હતી.
પોલીસની હાજરીમાં જ ટોળાએ યુવાનને ઢોર માર માર્યેા હતો. લોકો એટલી હદે માર માર્યેા હતો કે યુવાનના કપડાં ફાટી ગયા હતા. પોલીસ યારે તેને હોસ્પિટલ લઈ જવા ગાડીમાં બેસાડતી હતી ત્યાં સુધી તેને માર માર્યેા હતો. પોલીસની હાજરી હોવાછતાં તેને માંડમાંડ બચાવી હોસ્પિટલ ખસેડો હતો.
પાસ કન્વીનર મનોજ પનારાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો કે, હાર્દિક પટેલની હત્યા કરાવવાનું કાવત કરવામાં આવી રહ્યું છે. તપાસમાં આ શખ્સ ભાજપનો જ નીકળશે. અમે જલ્દીમાં જલ્દી માંગ કરીએ છીએ કે, હાર્દિકને સુરક્ષા આપવામાં આવે. તેના પર જીવનું જોખમ છે. પણ, સરકાર તેને સુરક્ષા કે કમાન્ડો નથી આપતી. જો હાર્દિક ભાજપમાં જોડાયો હોત તો ભાજપે તેનું હાર પહેરાવીને સ્વાગત કયુ હોત, પણ તે કોંગ્રેસમાં જોડાયો છે તેથી તેના પર આવુ કરવામાં આવી રહ્યું છે. આ એક હત્પમલા પ્રચકારની રાજનીતિ ગુજરાતમાં થઈ રહી છે.
પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું કે, કોંગ્રેસ એક પાર્ટી છે હવે હાર્દિક પટેલે રાજકીય પાર્ટીનો હાથ પકડો છે અને હવે એ સામાજિક આંદોલનનો ભાગ નથી રહ્યો. હવે એ રાજકીય પાર્ટીનો ભાગ છે એટલે કોઇ રાજકીય પાર્ટીનો પ્રચાર કરવો એ સ્વાભાવિક છે. પ્રચાર વખતે એમાં અડચણ કરવી એ ખોટું છે. જે કઇં પણ એ ખોટું છે

 

Comments

comments